________________
૧૮૯
આત્માનો વિકાસ ક્રમ
પ્રયોગ કરીએ તે બધાની સાથે આપણું સંસ્કારજનિત એકત્વ પણ હોય જ છે. આ રીતે વિચાર કરતા કરતા, મ્હારૂં કુટુંબ,મ્હારી જ્ઞાતિ, મ્હારો સમાજ, મ્હારૂં ઘર, મ્હારૂં ગામ, મ્હારો જીલ્લો, પ્રાંત, દેશ, મ્હારી પૃથ્વી, મ્હારૂં આકાશ અને મ્હારૂં જગત્ એમ કહીશું, ત્યારે તે બધાની સાથે ‘મ્હારાપણાનો સંસ્કાર' હોવાથી, આપણે એકત્વ,અનુભવી શકીશું અને એ બધું પણ ‘હું’ જં છું એમ કહી શકીશુ.
આ રીતે જગતના તમામ જીવો સાથેની સંસ્કારજન્ય એકત્વતા યારે પેદા થાય, ત્યારે એ બધા જીવાત્માઓમાં ‘હું’ એવો ભાવ અવશ્ય આવશે. તેવી જ રીતે, જગતના જડ પદાર્થોની સાથેનો આપણો-આત્માનો -સંબંધ જોતાં, ‘એ બધું પણ મ્હારૂં છે' એવા સંસ્કારો ચિત્તમાં પડવાથી તે બધું પણ ‘હું’ (હું-સ્વરૂપ) બની
જી..
આત્મા અંગેની આટલી વાત સાંભળીને તરત જ એક પ્રશ્ન તમે પૂછશો. વેદાંતીઓના જેવી આ વાત થઈ. શ્રી શંકરાચાર્ય તરફથી ‘અદ્વૈત’ અંગે જે વાત કરવામાં આવી છે, એવી જ વાત તમે પણ કરી.’
‘ના. આમાં ‘અદ્વૈત’ આવ્યું ખરૂં, પણ વેદાંતમતનું આ અદ્વૈત નથી. કેમકે, વેદાંતનો અભિપ્રાય એકાંતિક છે. આપણે જે વાત કરી ગયા તે સાપેક્ષ દૃષ્ટિથી કરી હતી અને તેમા અનેકાંતની સ્પષ્ટ છાયા છે, એ ભૂલશો નહિ. સંગ્રહનયની દૃષ્ટિએ સમસ્ત વિશ્વની સાથે આપણે’ એક ‘સત્' નામના સામાન્યરૂપ છીએ. આમાં જ્યારે જડને પણ ‘હું’ સમજીએ છીએ ત્યારે જડ વિષયોને ભોગવવાની આસક્તિ વિરામ પામી જાય છે; કેમકે “જડ એટલે હું; તો ‘હું’ ને ભોગવવું શું ? આપણે આપણા આત્માને કાંઈ ભોગવતા નથી,’ આવી સમજ ઉભી થાય છે ત્યારે જગતના તમામ આત્માઓ સાથે એકત્વ અનુભવવાની જે વાત જૈન દાર્શનિકો કરે છે, તે સાપેક્ષ છે, એકાંતિક નથી, ‘તમામ આત્માઓમાં પોતાપણાનો અનુભવ કરવો, એ નિરપેક્ષ અદ્વૈત નથી.'
જેની જેની સાથે, ચિત્તમાં મ્હારાપણાનો સંસ્કાર ઉદ્ભવે તે, તે બધાને મ્હારા એટલે ‘હું’ એમ માનીને ચાલવામાં, સાપેક્ષ દૃષ્ટિથી કશો વાંધો નથી. ‘એ બધા મ્હારા નથી’ એમ માનીને ચાલવું એ મનનો ઊંચો સંસ્કાર છે. કર્મના બંધનોમાંથી મુક્ત થવાના આત્માના પુરૂષાર્થમાં પોતાના આત્માની જેમ બધાની ઉપર મારાપણાનો-આત્મ-સમદર્શિતાનો-આ ભાવ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ સાપેક્ષ અદ્વૈતની વાતને હવે આપણે આગળ ચલાવીએ. એક વાત નક્કી કરી લઈએ, કે આ જગતમાં જે ચેતન સ્વરૂપ છે, તે બધા જ મ્હારા છે એટલે તે બધા જ “હું”-“આત્મા” છે.