________________
૧૯૮૫ મા અનેકાંત અને સ્યાદ્વાદનો
હારૂ હારું અને તેનું' એવા ભાવ કરતાં, “બધું જ મ્હારૂં” એટલે બધું જ ‘હું' એવો ભાવ આપણે પ્રગટાવી શકીએ, તો રાગ અને દ્વેષ નામના બે મુખ્ય આત્મશત્રુઓમાંના એક દ્રષ' નો પરાજય તો થઈ જ જશે.
એટલે, સાપેક્ષ દૃષ્ટિથી, આત્માને ઓળખવા જતાં આપણે એવા નિર્ણય પર અહીં આવીએ છીએ, કે આત્મા એટલે “હું” અને “હું એટલે સમગ્ર વિશ્વ. - હવે, આપણે “હું” તરફ પાછા આવીએ. આ “હું તે આપણે જ છીએ, એ વાત સમજીને આપણે આગળ ચાલીએ.
આપણે શું ઈચ્છીએ છીએ ?શું વાંછીએ છીએ ?'
આ પ્રશ્નનો ટુંકો ને ટચ જવાબ મેળવવો હોય તો બેઅક્ષરનો એક શબ્દ આપણે જવાબમાં સાંભળીશું.
સુખ.” શાબાશ, બહુ સુંદર વાત કરી.”
આપણે સુખ જોઈએ છે. આ સુખ આપણને આપણા માટે જોઈએ છે. આ સુખ મેળવવા માટે આપણે પ્રયત્ન પણ અવશ્ય કરવાના. આપણે જે જોઈએ છે, તે “સુખ છે. “દુઃખ નહિ. જેમાં જરા પણ દુઃખ હોય તેને આપણે “સુખ નહિ માનીએ. - પેલા સાપેક્ષ અદ્વૈત ઉર્ફ “આત્મસમદર્શિતા' ની વાત અહીં જો ડોકીયું ના કરે, તો સમજવું કે આપણે ખાડામાં પડ્યા છીએ.
આપણા સુખ માટે આપણે જે કંઈ પ્રયત્ન કરીએ, તેનાથી જો અન્ય કોઈને કશું પણ લગાર પણ દુઃખ થાય, તો પછી તે આપણા માટે પણ ‘દુઃખ જ હોય. એમાં આપણાં માટે સુખ હોય જ નહિ. આત્માના સ્વરૂપને “મહારાપણાનો ભાવ લઈને વિકસાવતા વિકસાવતા આપણે “સમગ્ર વિશ્વહું જ છે' ત્યાં સુધી લઈ ગયા હતા. હવે, જો, સમગ્ર વિશ્વમાં વિચરતા જડ-ચૈતન્ય-સંયોગ દ્વારા રચાયેલા કોઈ પણ શરીરને મનને કે જીવને કશું પણ દુઃખ પ્રાપ્ત થાય, એવું કંઈ પણ આપણાથી બને, તો તેને આપણે આપણું પોતાના દુઃખ માનવું જ રહ્યું. વાસ્તવમાં, એ, એમ જ છે.સ્વાર્થ અને મોહવશાતુ આપણે એવું માનીએ નહીં, તો પણ, સરવાળે તો તેવો કોઈ પ્રયત્ન, આપણા માટે દુ:ખ” માં જ પરિણમવાનો આપણને જો સુખ જોઈતું હોય, તો આ વાતનો સ્વીકાર કર્યા સિવાય આપણો છૂટકો જ નથી.
આ વાત આપણને આપણા એક પરમ કર્તવ્યનું ભાન કરાવે છે. આ પરમ * પુનિત કર્તવ્યને જૈન શાસ્ત્રકારોએ ચાર વાક્યોમાં રજુ કર્યું છે :
૧ “ખામેમિ સવ્વ જીવે ૨ “સવ્વ જીવા ખમંતુ મે' .