Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 223
________________ ૨૦૦ કરતા અનેકાંત અને સ્યાદ્વાદ વાદ છે તે પ્રમાણને “પ્રદેશ બંધ” કહેવામાં આવે છે. કર્મ બંધનના મુખ્ય કારણો પાંચ પ્રકારના ગણાવ્યાં છે. (૧) મિથ્યાત્વ. (૨) અવિરતિ. (૩) કષાય (૪) પ્રમાદ અને (૫) યોગ. આત્મભાવનાનો અભાવ, મોક્ષ વિષે અશ્રદ્ધા અને સમ્યગુ જ્ઞાનદર્શનચારિત્ર તરફની અરુચિ અને આત્માની “મિથ્યાત્વ દશા' કહે છે. પાપકર્મોથી પ્રતિજ્ઞાબદ્ધ થઈ પાછા ન ફરવું એને “અવિરતિ’ કહે છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઇત્યાદિ વિકારોને ‘કષાય' કહેવામાં આવે છે. આદરવા યોગ્ય આચારોને ભૂલી - જવું અથવા શુભ કાર્યોમાં આળસ કરવો એને “પ્રમાદ કહે છે અને મન, વચન, તથા કાયાની જે પ્રવૃત્તિ કરવી તેને યોગ કહેવામાં આવે છે. આ બધા સંસારના હેતુઓ છે-કારણો છે. એમાંથી મુક્ત થવા માટે આત્મા જ્યારે “સંવર' દ્વારા “આગ્નવ” ને બંધ કરી દે . ત્યારે અર્થાત મુક્ત થવા માટેની પ્રવૃત્તિ શરૂ કરી દે ત્યારે આત્માનો વિકાસક્રમ શરૂ થાય છે. સાચી જ્ઞાનદૃષ્ટિથી મિથ્યાત્વ દશાનું નિવારણ થાય છે. સારા કર્મો-ધર્માચરણ કરવાથી અને પાપાચરણ બંધ કરવાથી “અવિરતિ નું નિવારણ થાય છે. રાગદ્વેષ વિગેરેમાંથી છૂટવાની પ્રવૃતિ દ્વારા “કષાયો” માંથી મુક્તિ મળે છે અને આત્માના લક્ષ્ય વિષે તથા કર્તવ્ય-અકર્તવ્ય વિષે સજાગ અને જાગ્રત રહેવાથી પ્રમાદ દૂર થાય છે. મન-વચન-કાયાના શુભ પરિણામી ઉપયોગ રૂપી યોગવડે આત્માના નિર્મળ પરિણામી સ્વભાવને જાગ્રત કરીને મોક્ષમાર્ગમાં ઉદ્યમવંત બનાવી શકાય છે. આ બધા મોક્ષના હેતુ છે. આ બધાં કર્મના બંધનો ખાળવા રૂપી “સંવર' કહેવામાં આવે છે. . કર્મનાં પુદ્ગલોની રચના, તેમનું જોડાવું (પૂરણ) અને તેમનું છૂટાં પડવું (ગલન) વિગેરેને લગતું બંધારણ એક મહાન આશ્ચર્યકારક અને અતિ વિશાળ વિષય છે. આ કર્મની થીયરીને પૂરેપૂરી સમજવામાં અનંત આનંદ અને પરમ લાભ મળે તેમ છે. એની વિશેષ માહિતી જૈન સાહિત્યમાંથી જ મળશે. ૮. નિર્જરા: સંવરમાં આપણે કર્મબંધનને રોકવાની વાત કરી. બંધ તત્વમાં આપણે આત્મા સાથેના કર્મના જોડાણની વાત કરી અને આ નિર્જરા માં બંધાયેલાં કર્મને છોડવાની વાત આવે છે. આમાં સ્વભાવ મુજબ છૂટતાં અને યોજના મુજબ છોડવામાં આવતાં કર્મોની વાત છે. કર્મમાં, સકામ કર્મ અને અકામ કર્મ એવા બે ભેદ છે, તેમ આમાં પણ સકામ નિર્જરા અને અકામ નિર્જરા એવા બે ભેદ છે.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280