________________
- આત્માનો વિકાસ કમ
૧૯ બંધન વખતે એની જે સ્થિતિમર્યાદા નિશ્ચિત થઈ હોય છે, તેમાં, આત્મા પોતાના શુભાશુભ પરિણામોવાળા મનોવ્યાપારો-અધ્યવસાયો-દ્વારા ફેરફાર પણ કરી શકે છે. લોઢાની થાળીમાં સોનાની મેખ કહો, રણપ્રદેશમાં મીઠા પાણીનું ઝરણું કહો કે ઘોર અંધકારમાં ક્યારેક ક્યારેક ચમકીને પ્રકાશ આપી જતી વિજળી કહો, તેના જેવું આ છે. આપણો સૌનો અનુભવ છે કે એક ક્ષણ વાર ચમકીને વાદળોમાં પાછી ગાયબ થઈ જતી આકાશી વિજળી જેટલો પ્રકાશ આપે છે, તેટલો પ્રકાશ સૂર્ય, ચંદ્ર અને અસંખ્ય તારાઓ ભેગા મળીને પણ નથી આપી શકતા.
આ હકીકત, કર્મના બંધારણ-Constitution નું આ પ્રકરણ, પ્રત્યેક મોક્ષાર્થી આત્માને અવિરત ઉત્સાહ આપે તેવું છે. કર્મના બંધાવાના પ્રકારોમાં કોઈ શિથિલ, કોઈ મધ્યમ પ્રકારનું, કોઈ ગાઢ તો કોઈ અતિ ગાઢ હોય છે, આમાં સૌથી વધારેઅત્યંત ગાઢ-જે કર્મ હોય છે એને જૈન દાર્શનિકોએ 'નિકાચિત કર્મ' એવું નામ આપ્યું છે. આં કર્મ પ્રાય:ભોગવવું જ પડે છે, તે સિવાયના બીજાં કર્મોનો ક્ષય, આત્મા પોતાની ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી, ભોગવ્યા વિના પણ કરી શકે છે. - આપણે જોયું કે આસ્રવ નામથી ઓળખાતા મન, વચન અને કાયાના વ્યાપારથી કર્મના જે પુદ્ગલો આત્મા સાથે ક્ષીરનીરવત્ ઘનિષ્ટ સંબંધથી જોડાઈ જાય છે એને “બંધ' કહેવામાં આવે છે. આ બંધના ચાર પ્રકારો છે. આ ચાર પ્રકારો, - “(૧) પ્રકૃતિ. (૨) સ્થિતિ. (૩) અનુભાવ અને (૪) પ્રદેશ” એ નામથી • ઓળખાય છે.
કર્મરૂપે પરિણમતાં ‘કર્મ પુદગલો” માં આ આત્માના જ્ઞાનાદિ ગુણો આવરવાની પ્રકૃતિઉર્ફે સ્વભાવનું બંધાવું - નક્કી થયું, અને પ્રકૃતિ બંધ' કહે છે. અનેક પ્રકારનાં પરિણામ લાવનારો આ સ્વભાવ આત્માના ગુણો રૂપી પ્રકાશ ઉપર . બિછાવવામાં આવતી કાજળઘેરી કાળી પડદીઓ જેવું કામ કરે છે અને આત્માના
સ્વભાવને ઢાંકી દે છે, આવરી લે છે. એના મુખ્ય પ્રકારો આઠ હોવાથી જ કર્મના પણ મુખ્ય આઠ પ્રકારો બતાવવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી આત્માના ગુણોને સંધવાનું અર્થાત આવરી લેવાનું કામ કરતાં આ કર્મોને “આવરણીય કર્મો કહેવામાં આવ્યાં છે. એની કાળમર્યાદા સુધી અથવા આત્માના પુરૂષાર્થથી તેમાં થતાં ફેરફારો મુજબ આ કર્મો આત્માને વળગેલાં રહે છે.
કર્મ જ્યારે બંધાય છે ત્યારે તે જ વખતે એના બંધાઈ રહેવાની જે કાળમર્યાદા નિશ્ચિત થાય છે તેને "સ્થિતિ બંધ" કહે છે.
કર્મના પુદ્ગલોનો સમૂહ જે ઓછા વત્તા પ્રમાણમાં વહેંચાઇને આત્માને વળગે