________________
મને આત્માનો વિકાસ કમ
૧૯૭), ૬. સંવર :
ઉપર આપણે આમ્રવને કર્મપુદગલો માટેનું આત્માનું પ્રવેશ દ્વાર ગણાવ્યું, હવે જે દ્વાર હોય છે, તેને બંધ કરવાના દરવાજા પણ હોય છે. એ દરવાજા બંધ થાય ત્યારે બહારથી અંદર જવામાં અટકાયત, રુકાવટ થાય છે. આત્મા પોતે પોતાના મન, વચન અને કાયાના વ્યાપાર દ્વારા કર્મના પુદ્ગલોને પોતાની અંદર આવવાનું આમંત્રણ મોકલે છે, એવી જ રીતે પોતાનાં શુભ અને નિર્મળપરિણામી વ્યાપારથી કર્મના પગલોને અંદર આવતાં અટકાવી પણ શકે છે. આ રીતે કર્મનાં પુદગલો
જ્યારે અંદર આવતાં, દરવાજા બંધ જોઇને અટકી જાય છે, ત્યારે કર્મ બંધાતું નથી. આ કર્મ બંધાતું અટકે તેને અને આત્માના જે વ્યાપારથી કર્મનાં પુદ્ગલો આવતાં અટકે, તે બંનેને “સંવર' કહેવામાં આવે છે.
આજકાલ પંચવર્ષીય યોજનામાં જળ સિંચાઇની ભાખરાનાંગલ ડેમ જેવી જે યોજનાઓ અમલમાં આવી છે તેમાં વહેતા પાણીને એક સ્થળે અટકાવીને ત્યાં એનો જમાવ કરવામાં આવે છે. એને અટકાવવા માટે જે બાંધકામ કરવામાં આવે છે એને ડેમ (અંગ્રેજી-Dam) અથવા બંધ કહેવામાં આવે છે. આ રીતે ભેગા કરવામાં આવેલા જળસંચયને એ બંધની બીજી તરફ જવા દેવા માટે એ ડેમ (બંધ) માં વચ્ચે વચ્ચે સિમેન્ટ અને લોખંડનાં દ્વાર બનાવવામાં આવે છે. એને ખોલવાના તથા બંધ કરવાના જે દરવાજાઓ બનાવે છે એને Suice - gates-લુઈસ ગેઇટસ કહેવામાં આવે છે. જેટલા પ્રમાણમાં આ દરવાજાઓને ખોલવા હોય એટલા પ્રમાણમાં ઓછા વત્તા ખોલીને એ રીતે પાણીને ઓછા વત્તા પ્રમાણમાં બીજી તરફ જવા દેવામાં આવે છે.
આત્માને આપણે કર્મના બંધનરૂપી જળાશયોનો બંધ (DAM) એવી ઉપમા આપીએ તો આમ્રવને એ બંધમાં કર્મ પુદ્ગલો રૂપી જળને આવવાની પ્રવેશ દ્વારવાળી - નહેર અને સંવરને એ પ્રવેશ દ્વારને ભીડી દેનાર બીડી દેનાર કે બંધ કરી દેનાર બારણાં કહી શકીશું. આ બારણું જેટલું વધતું-ઓછું બંધ હોય તેટલો કર્મ પ્રવાહ અંદર આવી શકે અને તદન બંધ કરી દેવાય તો કર્મ પ્રવાહ બહાર જ અટકી જાય.
આ કાર્ય, પોતાના નિર્મળ અધ્યવસાયો (વ્યાપારો) થી આત્મા પોતે કરે છે અને એના ગુણસ્થાનકની શ્રેણી જેમ જેમ ઉંચે ચડતી જાય તેમ તેમ સંવર એટલે આગ્નવનિરોધ પણ વધતો જાય છે. બીજી રીતે આ સંવર દ્વારા આત્મા આમ્રવને જેમ જેમ બંધ કરતો જાય, તેમ તેમ તેનાં ગુણસ્થાનની શ્રેણી ઉચી આવતી જાય, તેનો વિકાસ (મોક્ષ માર્ગ તરફનો) વધતો જાય.