________________
૨૦૪
અનેકાંત અને સ્યાદ્વાદ , આ માટે જવાબદાર રાગ-દ્વેષની ઉગ્ર પ્રવૃત્તિ હોય છે. આ ગુણસ્થાનક ચોથે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પાછા પડતી વખતનું ગુણસ્થાનક છે અને થોડા સમય માટેનું ગણાય છે.
માણસ એક સુંદર નાજુક વસ્તુ લઈ આવે છે, પરંતુ ક્રોધ, મોહ ઇત્યાદિ કષાયોને કારણે એ વસ્તુને તોડી ફોડી નાંખે છે કે ફેંકી પણ દે છે. એ જ રીતે સમ્યગુ દષ્ટિ રૂપી સુંદર સીડી પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી (ચિકણા) કષાયોનો ઉદય થતાં તેનામાં શિથિલતા આવે છે અને આડે માર્ગે યા ઉંધે માર્ગે ચાલીને પાછો મિથ્યાત્વ'', દશા તરફ તે પડવા માંડે છે. આ બીજું ગુણસ્થાનક ભારે અસ્થિર હોઈ ઉપરથી પડતાં ત્યાં રોકાવાની પ્રક્રિયા લાંબી ટકતી નથી એટલી આ કક્ષા પર પતન અવસ્થા , ઝડપભેર ચાલતી હોય છે. પરંતુ એક વખત સમ્યમ્ દષ્ટિ આત્માને પ્રાપ્ત થઈ ચૂકેલી. ફરીથી તે જાગ્રત થવામાં કોઈ સંશય નથી.
આ ગુણસ્થાનકને આપણે “અવનત સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. પાછા આગળ વધવાનો માર્ગ સમ્યમ્ દષ્ટિ જાગ્રત કરવાનો છે. પરંતુ તે અહીંની પતન-અવસ્થામાં શક્ય નથી. એ તો અલ્પકાળમાં મિથ્યાભાવમાં એટલે કે પ્રથમ ગુણસ્થાનકે જઈ પડે છે. હવે જો તે મિથ્યાભાવને દબાવી શકે તો પ્રયત્ન જાગૃતિપૂર્વક તેની ગાડી આ બીજું જંકશન કર્યા વિના જ આગળ વધે છે. જો ના દબાવી શકે અને મિથ્યાભાવસહિત તીવ્ર રાગદ્વેષમાં અટવાઈ પડે તો તે પ્રથમ ગુણસ્થાનક ઉપર જ હાલતો રહે છે.
(૩) મિશ્ર ગુણસ્થાનઃ
પ્રથમ બે ગુણસ્થાનક કરતાં આ ચઢિયાતી કક્ષા હોવા છતાં આ એક વિચિત્ર અવસ્થા છે. મિથ્યાત્વ અને સમ્યકત્વ વચ્ચે હિંચકા ખાતી આત્માના વિકાસક્રમની આ મિશ્ર અવસ્થા છે.
એક માંસાહારી માણસ માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી બને છે. તે પછી એક એવા ભોજનગૃહમાં તે જાય છે જયાં બંને પ્રકારનાં ભોજનો બનતાં અને પીરસાતાં હોય છે. તે વખતે તેની પુરાણી રુચિ જાગ્રત થતા એનું મન બીજી તરફ ખેંચાય છે અને એનો નિયમ એને શાકાહાર તરફ ખેંચી રાખે છે. એના જેવી આ સ્થિતિ છે.
તત્ત્વ વિષે રુચિ પણ નહિ અને અરુચિ પણ નહિ એવા સમ્યગુ અને મિથ્યાત્વ, એ બંનેના મિશ્રણ રૂપ આત્માનો આ કટોકટી દર્શાવતો અધ્યવસાય છે. “આ સાચું કે તે સાચું' એવી ગડમથલમાં પડીને બે હાથમાં બંનેને રાખી મૂકતાં મંથનકાળની આ અવસ્થા છે. અંતે તે બેમાંથી એક છૂટી જાય છે. જો મિથ્યા છૂટી જાય તો સમ્યમ્