________________
૧૯૮ના અનેકાંત અને સ્યાદ્વાદ માં ૭.બંધઃ
સંવરથી ગેરહાજરીમાં આસ્રવ દ્વારા આત્માના પ્રદેશમાં દાખલ થયેલાં કર્મયુગલો આત્માની સાથે બંધાઈ જાય, જડાઈ જાય, એનો સ્વભાવ, સ્થિતિકાળ, રસ અને પ્રદેશપ્રમાણ નિશ્ચિત થઈ આત્મા સાથે ઓતપ્રોત બની જાય તેને બંધ તત્વ' કહે છે. કર્મની આખી જે થીયરી-કર્મશાસ્ત્ર-છે તેને આ બંધ તત્ત્વ સાથે સંબંધ છે. કર્મ સંબંધીના પ્રકરણમાં મુખ્ય જે આઠ પ્રકારના કર્મો આપણે જોયાં છે એ કર્મોનો આત્મા સાથેનો ઘનિષ્ટ સંબંધ આ ‘બંધ તત્ત્વકહેવામાં છે. આ સંબંધ “ક્ષીર-નીર-વત્' કહેવાય છે. એટલે દુધમાં પાણી જેમ એકાકાર થઈ જાય છે તેમ કર્મનું આત્માને વળગવું અને એકાકાર થઈ જવું તેને બંધ નામથી ઓળખવામાં આવે છે.
અગાઉ કહેવાઈ ગયું છે તેમ, કર્મના મુખ્ય આઠ પ્રકારો ઉપરાંત પેટા વિભાગો ૧૫૮ છે અને એના પેટા-પેટા વિભાગો તો અસંખ્ય છે. કંર્મોનું જગત પણ વિરાટ.
અને અનેક આશ્ચર્યોથી ભરેલું છે. - કેટલાક કર્મો પાણીના રેલાની માફક વહી જનારાં, કેટલાંક દુધની માફક ચીકાસનો અનુભવ કરાવનારાં, કેટલાક દિવેલ તેલ જેવાં દુધથી વધારે જાડાં, કેટલાક ઓછા ચીકણા ગંદર જેવાં, કેટલાક ચોટે તો ઉખડે નહિ તેવા ઉંચી જાતનાં ગુંદર જેવાં તો કેટલાક સીમેન્ટ કોંક્રીટ જેવાં જડબેસલાક હોય છે.
કાયદાની અદાલતોમાં દાખલ થતા દાવાઓમાં કેટલાક સમરી સુટ્સ એટલે તુરતજ ફેસલો લાવનારા, કેટલાક સ્મોલ કૉઝ એટલે નાની રકમના અને થોડાક વધારે સમયમાં ફેંસલો મેળવનારા તથા કેટલાક લોંગ કૉઝ એટલે વર્ષો સુધી કોર્ટનાં પગથીયા ઘસાવનારા હોય છે, તેવી જ રીતે આ કર્મોમાં પણ કોઈ તુરતજ ઉદયમાં આવનારા રોકડીયા તો કોઈ લાંબા ગાળા પછી ઉદયમાં આવનારાં હોય છે. કોઈ કોઈ કર્મ અનેક જન્મો પછી પણ ઉદયમાં આવે છે.
વળી કોઇ પણ કર્મનું જ્યારે બંધન થાય છે ત્યારે એ કર્મ આત્માને કેટલા કાળ પર્યત ચોટેલું રહેશે તેની સમયમર્યાદા પણ તે વખતે જ નક્કી થઈ જાય છે. કર્મ જયારે બંધાય ત્યારે તરતજ એનું ફળ-સારૂં માઠું પરિણામ-પ્રાપ્ત થાય એવું પણ બનતું નથી. એ એના નિયમ અને બંધારણ મુજબનો સમય થાય ત્યારે જ ઉદયમાં આવે છે.
બીજી ખાસ સમજવા જેવી અને આપણને આશા તથા ઉત્સાહ આપે તેવી વાત એ છે કે કર્મનો ઉદયમાં આવવાનો સમય નિશ્ચિત હોય છે; પરંતુ, એને ભોગવવાનો સમય, એક નિકાચિત કર્મને બાદ કરતાં, નિશ્ચિત હોતો નથી. કર્મના