________________
૧૯૬મા અનેવંત અને સ્યાદ્વાદ માં
કર્મબદ્ધ આત્મા માટે આ પુણ્ય અને પાપ રૂપી કર્મો, ઉન્નતિ અને અધોગતિની બે વિરૂદ્ધ દિશાઓમાં જતી પગદંડીઓ સમા છે. આત્મા મધ્યવર્તી સ્થળે Centreસ્થાને જ છે, એ પાપ-પુણ્યની પગદંડીએ અવનતિ-ઉન્નતિ તરફ પ્રયાણ કરે છે. પાપ કર્મથી આત્મા અધોગતિ તરફ ધકેલાય છે અને પુણ્ય કર્મથી આત્મા પોતાની મુક્તિના માર્ગ તરફ પ્રયાણ શરૂ કરે છે. તાત્ત્વિક દૃષ્ટિથી પુણ્ય અને પાપ એ બંને આ સંસારમાંના આત્માના પરિભ્રમણનાં કારણો છે. પરંતુ, મોક્ષમાર્ગ તરફ ગતિ કરવા માટેની યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરવા માટે આત્માને પુણ્ય કર્મોનો આશ્રય લઈને ' જ શરૂઆત કરવી પડે છે.
૫.આસ્રવ :
ઉપર આપણે પુણ્ય અને પાપ રૂપી કર્મોની જે વાત કરી ગયા તેમાં, એટલે પુણ્ય તથા પાપના ઉપાર્જનનો મુખ્ય પ્રયોજક આત્માનો મનોવ્યાપાર છે. મનના એ વ્યાપારને વચન અને કાયા દ્વારા થતાં કર્મો પુષ્ટિ આપે છે. આ રીતે જે મન, વચન, અને કાયા દ્વારા બંધાતા કર્મોનો આત્મા સાથે સંયોગ થાય છે-સંબંધ થાય છે, આત્માના અધ્યવસાયથી કર્મના પુદ્ગલોનો જે પ્રવાહ આત્મામાં દાખલ થાય છે એ ક્રિયા આગ્નવ રૂપ છે માટે એના પ્રયોજક મન-વચન-કાયાના વ્યાપારને આગ્નવ કહેવામાં આવે છે.
મન દ્વારા સારૂં અથવા ખોટું ચિંતન થાય છે. એ સારા અથવા ખોટા ચિંતનને, વાણી, કલ્યાણપ્રદ અથવા દુષ્ટ ભાષા દ્વારા વ્યક્ત કરે છે તથા કાયા એટલે શરીરના બીજા અવયવો દ્વારા સારૂં અથવા ખોટું જે આચરણ કરવામાં આવે છે. તેનાથી આત્મામાં કર્મ પુદગલોનો પ્રવાહ ખેંચાઈ આવે છે, માટે એને આસ્રવ યા આશ્રવ કહે છે. આની ટુંકી વ્યાખ્યા કરવી હોય તો, આમ્રવને આપણે કર્મના પુદ્ગલોને આત્મામાં દાખલ થવા માટેનું પ્રવેશ દ્વાર પણ કહી શકીશું.
આ આસ્રવને આત્માના વિકાસક્રમ સાથે સીધો સંબંધ છે. આત્માના વિકાસક્રમની શ્રેણીને જૈન દાર્શનિક “ગુણસ્થાનક' નામથી ઓળખાવે છે. આત્મામાં કર્મના પુદ્ગલોને પ્રવેશ કરવાનું આ આગ્નવ-દ્વાર જેમ જેમ નાનું થતું જાય છે તેમ તેમ આત્માની વિકાસ ભૂમિકા ઉંચી ને ઉંચી બનતી જાય છે. આ ગુણસ્થાનકો ચૌદ છે અને એની વિચારણા આ નવ તત્ત્વનું નિરૂપણ પૂરું થતાં તુરત જ આપણે કરીશું. અત્યારે તો એટલું સમજી લઈએ કે આ આસ્રવ એટલે કર્મયુગલોને આત્મામાં દાખલ થવાનું પ્રવેશ દ્વારા એ કર્મ-પુદ્ગલોને અંદર આવવાનું આમંત્રણ આત્મા પોતે જ, પોતાના કર્મો અને પ્રવૃત્તિ દ્વારા આપે છે.