________________
૧૯રપમાન અનેકાંત અને સ્યાદ્વાદ , એક ભ્રમ જ હોવો જોઇએ.
કોઈ અહિં એવો પ્રશ્ન કરશે કે “આ “શિવમસ્તુ સર્વજગત” ની શું જરૂર છે? પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ રાખીએ અને કોઈની તરફ વૈરભાવ ના રાખીએ, એટલું બસ નથી? આ બે વસ્તુથી આપણામાં તટસ્થભાવ તો પ્રગટે જ છે. આ તટસ્થભાવને ધારણ કરીને આપણા પોતાના કલ્યાણની આત્મલક્ષી પ્રવૃત્તિમાં મગ્ન રહીએ તો શો વાંધો?”
આનો જવાબ તો સરળ છે. સાચો અને વાસ્તવિક તટસ્થભાવ તો જીવમાત્રના - કલ્યાણની ભાવના ભાવવામાં જ છે. આ વાતનું વિસ્મરણ કરીને આપણે કેવળ આપણું પોતાનું - આપણા આત્માનું કલ્યાણ સાધવાની પ્રવૃત્તિ લઈને બેસી જઇએ તો એમાં એક તરફથી “સ્વાર્થી અને બીજી તરફથી “ઉપેક્ષાભાવ' એમ બે પ્રકારના દોષમાં આપણે પડીએ તેવો સંભવ ઉભો થાય છે. આવા પ્રકારની ઉપેક્ષા ભાવયુક્ત , જે તટસ્થતા હોય છે, તેમાથી વૈષનો આવિર્ભાવ થવાનું પણ સંભવિત છે.
દાખલા તરીકે, આપણે જે મકાનમાં રહેતા હોઇએ તેના આંગણાને આવરી લેતા શેરીના ચોગાનમાં શ્રાવણ માસ દરમિયાન ભજનકિર્તન કરવા માટે ભાવુક લોકોનો એક સમુદાય એકઠો થઇને દરરોજ સાંજે બેસતો હોય અને તે સમયે આપણે બહાર જવાનો કે ઘરમાં આવવાનો યોગ બનતો હોય, ત્યારે, કલ્યાણ વાંછનાને બદલે તટસ્થતાભાવ લઈને આપણે ફરતા હોઇશું, તો એ લોકો આપણા માર્ગના અવરોધક હોવાથી અને આપણને અડચણકર્તા હોવાથી એમની તરફ રોષ-દ્વેષભાવપેદા થતાં વાર નહિ લાગે.
પેલી હાથી અને સસલાવાળી વાત કરીએ. સાથે પગ નીચે આવતી કીડીની વાતને પણ લઈને ચાલીએ. પેલા સસલાને અને કીડીને પગ નીચે કચરાતાં અટકાવવા માટે કેવળ મને કર્મબંધન થશે એવો ભાવ જો હોય, તો તે વખતે પગને અદ્ધર રાખવામાં નડતી તકલીફ સંભવતઃ આપણને દુર્ગાનમાં ધકેલી દેશે. એને બદલે એ બંને જીવોના કલ્યાણની અને એમને દુઃખ નહિ પહોંચાડવાની ભાવનાથી જે તકલીફ આપણે ઉઠાવીશું, તે આપણને શુભ ધ્યાન તરફ દોરી જશે. તકલીફજન્ય ભયભીતતામાંથી શુભ ધ્યાન કદી પણ ન આવે.
આ વાત બહુ સમજવા જેવી છે. આત્માના વિકાસ માર્ગમાં આ એકઅતિશય આવશ્યક સમજણ છે. એટલે, આપણે જો સુખી થવું હોય, આપણા આત્માને કલ્યાણના માર્ગની કેડી ઉપર ચડાવવો હોય, તો તેની શરૂઆત જીવમાત્રનું શિવ ઈચ્છવા દ્વારા થઈ શકશે. આત્માના વિકાસક્રમની આ એક પરમ આવશ્યક પગદંડી છે.