________________
૧૩૬
અનેકાંત અને સ્યાદ્વાદ આ ખ્યાલમાં રાખીને, એકી સાથે વર્ણન કરી શકાય તેમ નથી એવી બીજી નિશ્ચિત વાતને પણ, આ પાંચમો ભંગ, તેની (અસ્તિત્વની) સાથે જ કહે છે.
આ રીતે ઘડો અને ફુલદાની એ બંને માટે, આ પાંચમી કસોટી દ્વારા બતાવવામાં આવેલા નિર્ણય વડે આપણે, “છે અને અવક્તવ્ય છે એવું સ્પષ્ટ વિધાન કરીએ છીએ.
હવે આપણી છઠ્ઠી જિજ્ઞાસાનો જવાબ મેળવવા માટે આપણે છઠ્ઠા ભંગ તરફ આગળ વધીએ.
કસોટી – ૬ ચન્નાસ્તવ ચાર્વિવ્યવ ઘર: | એની સંધી છુટી પાડતાં નીચે મુજબ વંચાશે : ચાત્ + + + રિત + વિ, ચિત્ + ૩ વર્ચ: + + વ ઘટા એનો અર્થ થાય છે : “કથંચિત ઘડો નથી જ અને કથંચિત અવક્તવ્ય છે.
પ્રથમ કસોટીવાળા “છે જ શબ્દમાં પ્રગટતા અસ્તિત્વને અને ચોથા ભંગમાંના અવક્તવ્યને સાથે રાખીને પાંચમાં ભંગમાં આપણે પાંચમું વિધાન કરી ગયા. આ છઠ્ઠા ભંગમાં, બીજા ભંગમાંના “અભાવનાસ્તિત્વ અને ચોથા ભંગમાંના અવક્તવ્ય” એવા બે વિધાનોને આપણે એકી સાથે રજુ કરીએ છીએ. પાંચમાં ભંગમાં, પહેલી અને ચોથી કસોટીના સંયોજનથી જેમ પાંચમું નવું દૃષ્ટિબિંદુ આપણી સમક્ષ રજુ થયું હતું, તેમ, આ છઠ્ઠા ભંગમાં, બીજા તથા ચોથા ભંગના સંયોજન દ્વારા આપણે એક નવી ચોક્કસ પરિસ્થિતિનું દર્શન કરીએ છીએ.
પરચતુટ્યની અપેક્ષાએ ઘડો નથી, એવું ચોક્કસપણે નક્કી થાય છે, પરન્તુ, સ્વ-પર-ચતુષ્ટયની જુદી જુદી અપેક્ષાથી તેમજ “સ્યા’ શબ્દના આધારથી ઘડો અવક્તવ્ય છે એવું બીજુ ચોક્કસ વિધાન પણ તેમાં ઉમેરાય છે. એટલે, “ઘડો નથી અને અવક્તવ્ય છે' એવી એક સ્વતંત્ર વાત આ ભંગમાં કહેવામાં આવી છે.
પેલું કુવો ખોદવાને લગતું ઉદાહરણ અહીં આપણે ફરીથી લઇએ, કોઈ કોઈ મુલકને ‘નપાણીયા મુલક' તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ ઉંડે ઉંડે ખોદવા છતાં, એમાંથી પાણી નીકળતું નથી, એટલે, “આ જમીનની નીચે પાણી નથી જ' એવું કુવો ખોદવાની બાબતમાં, એ પ્રદેશના નપાણીયા પણાની અપેક્ષાથી નક્કી થયું.
આમ છતાં, જયાં જમીન છે ત્યાં પાણી છે, એ હકીકત પણ નિશ્ચિત હોવાથી, અહીં પાણી હોવા છતાં ખોદવાથી પ્રાપ્ત થયું નથી એવી બે હકીકતો તેમાંથી આપણે તારવી શકીશું, વ્યવહારિક ઉપાયથી પાણી મળ્યું નથી એટલે પાણી નથી” વૈજ્ઞાનિક માન્યતા મુજબ જમીનની નીચે પાણી હોય જ છે, છતાં અહીં મળ્યું નથી તો, એ પાણી કેમ ના મળ્યું? ફરીથી પ્રયત્ન કરવા વડે, બીજા કોઇ સ્થળે ખોદકામ કરવાં વડે યા બોરીંગ ઉતારવા વિગેરે જુદા જુદા ઉપાયો દ્વારા એ બધી ભિન્ન ભિન્ન અપેક્ષાઓ