________________
૧૭૮
અનેકાંત અને સ્વાહાદ જૈન શાસ્ત્રકારોએ બતાવી છે. મનોભાવનું વિશુદ્ધિકરણ, એ પોતે જ, એક પ્રકારનું શુભ કર્મ હોઈ, અંતરાય કર્મના વિપરીત પ્રાબલ્યને વિખેરી નાંખવામાં તે સહાયભૂત થાય છે. તદુપરાંત અહંતુ ભક્તિ-વીતરાગ પરમાત્માની ભક્તિ અને તપ દ્વારા પણ આ કર્મમાંથી મુક્તિ મેળવી શકાય છે.
આ ચાર કર્મો, “ઘાતી કર્મો' તરીકે ઓળખાય છે. આત્માના સ્વભાવભૂત મુખ્ય ગુણોનો નાશ કરવાની “ઘાતક શક્તિ” આ કર્મોમાં હોવાને કારણે એમને, ઘાતી કર્મો કહેવામાં આવે છે.
કર્મના પાંચમાં મુખ્ય પ્રકારને “આયુષ્ય કર્મ કહેવામાં આવે છે. ચાર ગતિ અને ચોરાસી લક્ષ યોનિમાં , દરેક શરીરપલટા વખતે, તે તે શરીરમાં આત્માને કેટલો કાળ નિર્ગમન કરવાનો છે, એ બાબત આ “આયુષ્ય કર્મ દ્વારા નક્કી થાય છે.
કર્મનો છઠ્ઠો મુખ્ય પ્રકાર, “નામ કર્મ કહેવાય છે. આ કર્મ દ્વારા કયા કયા શરીરોમાં કેવી આકૃતિમાં કેવા રૂપમાં અને કેવા રંગમાં આત્માને જવાનું છે તે બાબતો. નક્કી થાય છે. જે ભિન્ન ભિન્ન વસ્ત્રાભિધાન-શરીર ગ્રહણ' આત્માને કરવો પડે છે, તે આ કારણે હોય છે. આત્માને શરીર, રૂપ, રંગ, ઈન્દ્રિયો, ચાલ, જશ, અપજશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, સૂક્ષ્મપણું યા શૂલપણું વિગેરે જે મળે છે તે આ “નામકર્મ ને આધારે મળે છે.
કર્મનો સાતમો મુખ્ય, પ્રકાર ‘ગોત્ર કર્મ' ના નામે ઓળખાય છે. ઉચ્ચ, નીચ, મધ્યમ અદિ કૂળમાં જન્મ લેવાનું આ કર્મને કારણે બને છે.
કર્મનો આઠમો મુખ્ય પ્રકાર, ‘વદનીય કર્મ' નામથી ઓળખાય છે. આ કર્મ, આત્માને સુખ દુઃખ વિગેરે પમાડે છે. એના, શાતાવેદનીય અને અશાતાવેદનીય એવા બે વિભાગો છે. આ કર્મ પણ એના અંશ તથા પ્રમાણ અનુસાર, આત્માને સંવેદનો પહોંચાડે છે. સુખ માટે “શાતા’ અને દુઃખ રોગ, વેદના માટે, “અશાતા’ એવા બે શબ્દો જૈન તત્ત્વજ્ઞાનના પારિભાષિક શબ્દો છે. જેને આપણે ભૂખ, તૃષા વિગેરે કહીએ છીએ તે પણ આત્માની એક અશાતા વેદના જ છે.
આ છેલ્લા ચાર, કર્મોને, “અઘાતી કર્મો કહેવામાં આવે છે. આ કર્મો, આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતા, એની ગતિનું નિયમન કરે છે. આત્મા કયા ક્ષેત્રમાં જશે, મર્કટ દેહધારી બનશે કે મનુષ્ય દેહધારી. જન્મ, કંગાળ કે ચંડાળને ત્યાં લેશે કે ધનવાન યા વિદ્વાનને ત્યાં જન્મશે અને આત્માને સુખ તથા દુઃખના કેવા કેવા અનુભવો થશે, ક્યારે શાતામાં રહેશે અને ક્યારે અશાતામાં રહેશે તે વિગેરે બાબતો આ ચાર કર્મો દ્વારા નિયંત્રત થાય છે. આત્માના મુખ્ય ગુણો કે સ્વભાવ સાથે આ કર્મોને વિરોધ નથી. એ ગુણોના બાધક કે ઘાતક આ કર્મો નથી. એટલે,