________________
ર્મ
૧૭૯
એમને ‘અઘાતી કર્મો’ કહેવામાં આવે છે; જો કે આડકતરી રીતે, ઘાતી કર્મોને ઉત્તેજન આપવાનું કામ આ કર્મો દ્વારા થાય છે.
કર્મના આ આઠ મુખ્ય પ્રકારો, જૈન દર્શનિકોએ બતાવ્યા છે. કોઈ પણ આત્મા, કર્મના બંધનમાંથી મુક્ત થઈને જ્યારે મોક્ષ પામે છે, જન્મમરણના ફેરામાંથી જ્યારે મુક્તિ મેળવે છે, ત્યારે, આ આઠેય કર્મોનો ક્ષય અનિવાર્ય ગણાય છે. એ આઠેય કર્મોના નાશ (ક્ષય) પછી જ આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે.
જૈન તીર્થંકરો જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષયનાશ-કર્યા પછી જ એ સ્થિતિને પામે છે. આત્માના મૂળ જ્ઞાનસ્વરૂપને રૂંધતાં એ ચાર કર્મોનો પરિપૂર્ણ ક્ષય જ્યારે થાય છે, ત્યારે જ આત્મા, ‘પરમાત્મા’ બને છે અને ત્યારે જ ‘સર્વજ્ઞતા કેવળજ્ઞાન' પ્રગટ થાય છે. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, ત્રણે લોકના જીવોને બોધ આપવા માટે અને સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની દેશના (ઉપદેશ) આપવા માટે, તીર્થંકરો જે આયુષ્ય ભોગવે છે, તે દરમિયાન, એમનાં ચાર આઘાતી કર્મો એમને વળગેલાં હોય છે.
એ અઘાતી કર્મો આત્માના મૂળ સ્વરૂપને (Basic quality) બાધક હોતાં નથી. જે શરીરમાં તીર્થંકરોનો આત્મા હોય છે, તે શરીરને છોડવાનો સમય, તે ભગવંતો જાણતા હોય છે. એ સમય જ્યારે આવે છે, ત્યાં સુધીમાં બાકી રહેલાં ચાર અઘાતી કર્મો ભોગવીને તથા છેદન કરીને તેઓ સિદ્ધત્વને પામે છે.
. આ તીર્થંકર ભગવંતો જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે રૂપી, અરૂપી, સુક્ષ્મ અને સ્થૂળ એવા તમામ પદાર્થોને અને એ દરેક પદાર્થના પરસ્પરવિરોધી એવા અનેક ગુણધર્મોને તેઓ આત્માવડે પ્રત્યક્ષ જુએ છે અને સમજે છે. એનું જ્ઞાન, તેઓ દેશના (ઉપદેશ) દ્વારા જગતને આપે છે. એમનું તે જ્ઞાન ‘સકલ પ્રત્યક્ષ' જ્ઞાન હોય છે. જે કક્ષાએ તેઓ પહોંચ્યા છે, તે કક્ષાએ પહોંચ્યા વિના, બીજા કોઈને આ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહિ એમ તેઓ જાણતા હોય છે. ઉપ૨કા૨ક ભાવથી, જગતને એનું પરોક્ષ જ્ઞાન થઈ શકે તેવો માર્ગ તેઓ બતાવતા જાય છે. આ માર્ગ છે, ‘સ્યાદ્વાદ.’
જે જ્ઞાન તીર્થંકરોને પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થયું, તે જ્ઞાન જગતના માનવીઓને, મને, તમને, જેને જોઈતું હોય તે બધાને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિગેરેની અપેક્ષાએ યોગ્યતા મુજબ પ્રાપ્ત થઈ શકે છે. ‘સ્યાદ્વાદ’ દ્વારા એ જ્ઞાન મેળવી શકાય છે. સ્યાદ્વાદનું આ સવિશેષ મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે :
“કેવળજ્ઞાની આત્મા, પ્રત્યક્ષ સ્વરૂપે જે જાણે છે, તે બધું જ ‘સ્યાદ્વાદ’ પરોક્ષ