________________
ર્મ
૧૭૭૨
આડે આવ્યા જ કરશે તેવું બનતું નથી. આત્માના પુરૂષાર્થ ઉ૫૨ એની સમયમર્યાદાનો આધાર છે.
કર્મનું જે વર્ગીકરણ - Classification જૈન તત્ત્વવેત્તાઓએ કર્યું છે, તેમાં કર્મના મૂળ આઠ પ્રકાર બતાવ્યા છે. એના પેટા પ્રકારો ૧૫૮ છે. એના પેટા વિભાગો અસંખ્ય છે.
કર્મના આ આઠ મુખ્ય પ્રકારોમાં ‘જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરે છે, પ્રગટ થવા દેતું નથી. સૂર્યની ગેરહાજરીમાં અમાવાસ્યાની અંધારી રાત્રી પૃથ્વી ઉપર કાજળઘેરી કાળી ચાદર બિછાવીને જેમ બેસી જાય છે તેમ, આ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ચારે તરફથી આવરીને બેસી જાય છે. આ કર્મની માત્રા ઓછીવત્તી હોય છે. ક્યારેક, તે, આત્માને તદ્દન અજ્ઞાની મૂઢ બનાવી દેછે; ક્યારેક એની જ્ઞાનસ્વરૂપદશાને પ્રગટ કરવાની -જ્ઞાન પ્રાપ્ત કરવાની –ઈચ્છામાં તે ઓછેવત્તે અંશે આડું આવે છે.
આ કર્મનાં – કર્મની અસરનાં-અંશ અને પ્રમાણ -Degree and ratioઓછા વત્તા હોય છે. એ અંશ અને પ્રમાણ અનુસાર, આત્માના જ્ઞાનગુણને તે રૂંધે છે, અવરોધે છે.
કર્મનો બીજો મુખ્ય પ્રકાર દર્શનાવરણીય કર્મ’ નામથી ઓળખાય છે. આ કર્મ, આત્માની દર્શનશક્તિને અવરોધેછે. આત્માની જાગ્રત અવસ્થાને પણ અવરોધે છે. એમાં પણ, અંશ અને પ્રમાણ હોય છે.
કર્મનો ત્રીજો મુખ્ય પ્રકાર, ‘મોહનીય કર્મ’ નામથી ઓળખાય છે. મોહ એ આત્માનો એક જબરજસ્ત શત્રુ છે. આત્માના શુદ્ધ સ્વભાવને તે ઉલટપુલટ કરી નાંખે છે. દુઃખનું કારણ હોવા છતાં સુખના ભ્રમમાં આત્માને તે નાંખી દે છે, ‘દર્શન મોહનીય’ અને ‘ચારિત્ર મોહનીય’ એવા બે ભાગ છે.
આના
દર્શન મોહનીય કર્મ આત્માની તત્ત્વરુચિને રોકે છે, તત્ત્વ-અતત્ત્વ સંબંધમાં ભ્રમ ઊભૌ કરે છે. ચારિત્ર મોહનીય કર્મ, વીતરાગતાને રોકી, રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર આદિ ઉત્પન્ન કરાવે છે; તૃષ્ણા તેમજ કલુષિતતાને આ કર્મ ઉભા કરે છે.
કર્મનો ચોથો પ્રકાર ‘અંતરાય કર્મ’ નામથી ઓળખાય છે. આ કર્મ દ્વારા, શુભ કાર્યોમાં અડચણ ઉભી થાય છે. દાનધર્મ વસ્તુની પ્રાપ્તિમાં અને ભોગોપભોગમાં આ કર્મ અડચણો ઉભી કરે છે. આ કર્મને કારણે થતી અડચણોમાંથી છૂટવા માટે ‘અંતરાય કર્મના નિવારણની પૂજા' ભણાવવાનું જૈન સર્વસાધારણ --Customaryછે. અંતરાય કર્મના નિવારણની પૂજા ભણાવવાના કાર્યની પાછળ આત્માનો એક સંકલ્પ રહે છે. એ સંકલ્પ દ્વારા મનોભાવને શુદ્ધ બનાવવાની વિધિપૂર્વકની ક્રિયા,