________________
આવે છે; ત્યારે જ ખ્યાલમાં આવે છે. - આ કર્મનો “ર્તા” અને “ભોક્તા', આત્મા પોતે જ છે. કર્મમાંથી મુક્ત થવાની શક્તિ એ પણ આત્માની પોતાની જ શક્તિ છે. સુખ અને દુઃખનાં તમામ સંવેદના આત્મા પોતે જ અનુભવે છે. એનાં કારણો પણ આત્મા જાણી શકે છે. પરંતુ, જાણવાની આ શક્તિ આત્માના પોતાના જ કર્મો દ્વારા કુંઠિત બની ગઈ હોય છે, જૈન તત્ત્વજ્ઞાનીઓ જેને “આવરણીય કર્મો કહે છે, તેવા કર્મો દ્વારા, આત્મા પોતે જ પોતાની મુશ્કેલીઓ ઉભી કરે છે. પોતાના વિકાસમાં, પોતાના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં અંતરાયભૂત એવાં કર્મો આત્મા પોતે જ કરતો હોય છે. એનાં પોતાનાં કર્મો જ એને નડે છે.
એક બાળકને કે જનાવરને ટાંકણી ભોંકીએ, તો દુઃખની જે ચીસ પડે છે, તે એકલા શરીર સાથે નહિ, પણ આત્મા સાથે સંબંધ ધરાવે છે. કેમકે, જો એનો સંબંધ આત્મા સાથે ના હોય, ફક્ત શરીર સાથે જ હોય, તો નિપ્રાણ શરીરમાંથી પણ એવાં જ સંવેદનો ઉઠવાં જોઈએ. એ ઉઠતાં નથી. સાધારણ દિવાસળી ચંપાઈ જતાં માણસ બૂમ મારી ઉઠે છે. જ્યારે, સ્મશાનમાં આખુંય શરીર બળીને ભસ્મ થઈ જાય છે, ત્યારે તે હાલતું ચાલતું પણ નથી, મામુલી ચીસ પણ તેમાંથી નીકળતી નથી. સુખદુઃખનાં તમામ સંવેદનો, શરીર સાથે નહિ, પણ આત્મા સાથે જડ શરીરમાં રહેલા ચેતન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એ વાત સમજવા માટે અને સમજીને કબૂલ કરવા માટે આ એક જ ઉદાહરણ બસ થઈ પડે છે. આ વાત પુરવાર કરવા માટે અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે; પરંતુ આજે તો એ વાત સર્વસ્વીકૃત હોઈ વિશેષ લંબાણ કરવાનું અનાવશ્યક છે. - ' આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને શરીર જડસ્વરૂપ છે. કર્મ પણ, પુદ્ગલ હોવાથી, શરીરના પુદ્ગલોની જેમ “જડ છે. શરીરમાં રહેલાં ચેતન આત્માને • બાંધીને આવરીને, આ જડ કર્મપુદગલો બેઠેલાં છે. એ કર્મ પુદ્ગલો - કર્મો-આત્માની - બાજીને બગાડવાનું અને ઉંધી વાળવાનું કામ અનાદિ કાળથી કરતાં આવ્યાં છે. - આ એક ખરી ગમ્મત છે. હમારી બિલ્લી, હમકો જ ખ્યાલ એના જેવો આ ઘાટ છે. અંગ્રેજી ભાષામાં (Frnkenstein) ફ્રેન્ડેન્ટીન નામનો એક શબ્દ છે. “એક કલ્પિત કથામાં આ નામથી ઓળખાતા એક યંત્રમાનવનું પાત્ર આવે છે. એક મહાન વૈજ્ઞાનિકે એક યંત્રમાનવ (Robot) બનાવ્યો. વિનાશ કરવાની અદ્દભૂત શક્તિથી એ યંત્રમાનવને એણે સજ્જ કર્યો. પોતાના બધા જ દુશ્મનોને ધરાશાયી બનાવવાની ઉમેદથી એણે એ યંત્રસંચાલિત માનવપૂતળું બનાવ્યું હતું. પણ પછી, અંજામ એ આવ્યો કે પોતે જ સર્જેલા એ યંત્રમાનવને કાબુમાં રાખવાનું કામ એ વૈજ્ઞાનિક માટે