________________
મારો ૧૮૩ આ જગતમાં રોગ, વિષ, વાઘ, વરૂ, સર્પ, ઠગાઈ, ખંજર, તલવાર, પિસ્તોલ, મશીનગન અને બોમ્બ ઈત્યાદિથી જેમ ડરીને અને ચેતીને ચાલીએ છીએ, તેમ આ કર્મનાં પુદ્ગલોથી પણ ચેતીને ચાલવા જેવું છે પાપ કર્મનાં પુદ્ગલોમાં આત્મા માટે જે ભયંકરતા છે તેવી દુઃખકારક્તા તો બીજા કશાયમાં નથી. છે પરંતુ, એ કર્મથી નિરાશ થવાનીયે જરૂર નથી, એમાંથી છૂટવાનો અને બચવાનો ધોરી માર્ગ-Right Royal Highway) જૈન દાર્શનિકોએ સમગ્ર જગત સમક્ષ ખુલ્લો મૂકેલો જ છે એ માર્ગને સમજવા માટેનું તત્ત્વવિજ્ઞાન અનેકાંતવાદી છે, પદ્ધતિ સ્યાદ્વાદ' છે અને આચરવા માટે “સમ્ય દર્શન' (Right Vision), સમ્યજ્ઞાન (Right knowledge), 247 24240L 2LRY (Right conduct) 34 43 €.
* “કર્મ વિષેની આટલી સમજણ પછી એક નવી વાત પણ આપણને સમજાશે. કર્મરૂપી આ ક્રિયા દ્વિપક્ષી છે, એક પક્ષે આત્મા એટલે આપણે ક્રિયા કરીએ છીએ.
એ જ વખતે, બીજી તરફથી કર્મના પુદ્ગલો પણ, જોડાવાની અથવા છૂટા પાડવાની - ક્રિયા કરતા હોય છે. આનો અર્થ એ થયો કે આપણી અને કર્મનાં પુદ્ગલોની ક્રિયા એક સાથે જ ચાલે છે. આપણે જ્યારે ભાષણ કરતા હોઈએ ત્યારે આપણી બોલવાની ક્રિયા અને શ્રોતાજનોની સાંભળવાની એમ દ્વિપક્ષી ક્રિયા ચાલતી હોય છે, એ તો આપણે જાણીએ છીએ. તે જ વખતે, બોલનારની ભાવક્રિયા કર્મના પુદ્ગલોને પોતાની તરફ ખેંચતી હોય છે અને સાંભળનારના મનમાં થતી અસર રૂપી ક્રિયા પણ કર્મનાં પુદ્ગલોને પોતાની તરફ આકર્ષતી હોય છે. એટલે, બોલનાર તથા સાંભળનાર એ બંને પક્ષ માટે પાછી કર્મનાં પુદ્ગલોની ક્રિયાની અપેક્ષાએ દ્વિપક્ષી ક્રિય થતી હોય છે.
આમાં ખાસ સમજવા જેવી વાત એ છે કે એક જ વ્યાખ્યાનમાં બોલાતાં એક જ વાત કરતાં વાક્યો દ્વારા સાંભળનારની સાંભળવાની ક્રિયાથી કર્મના પુદ્ગલો ખેંચાઈ આવે છે, તે એક જ પ્રકારના હોતાં નથી. દાખલા તરીકે સભઆમાં કોઈ સમાજ વિરોધી તત્ત્વ વિષે વક્તા જ્યારે વાત કરે છે, ત્યારે એક શ્રોતા તેનાથી કમકમી જઈને “હે પ્રભુ, એને સન્મતિ આપ’ એવી ભાવના ભાવે છે અને બીજો શ્રોતા એ વાતથી સમસમી ઊઠીને, “એનું નિકંદન કાઢી નાંખવું જોઈએ, એનાં મૂળ ઉખેડી નાંખવાં જોઈએ એવો વિચાર કરે છે. આ બંને, પ્રકારના, તે બંને શ્રોતાઓના મનમાં ઉઠતા ભાવો, કર્મના ભિન્ન ભિન્ન પ્રકારના, પુદ્ગલોને ખેંચી લાવે છે અને તે બંનેની જે કર્મ પુદ્ગલ રૂપી ક્રિયા થાય છે, તે જુદા જુદા પ્રકારની હોય છે. આમાં એવું પણ બને છે, કે એક જ વાક્ય સાંભળીને એક માણસના કર્મ પુદ્ગલોનો બંધ’ થતો હોય, ત્યારે બીજાનાં કર્મ પુદ્ગલોનો ક્ષય પણ થતો હોય.