________________
૧૮૪ પાના અનેકાંત અને સ્યાદ્વાદ પણ
આ વાત બરાબર સમજાવવાના હેતુથી જૈન દાર્શનિકોએ ક્રિયાને બે જાતની બતાવી છે. એક “સમ્યગ (એટલે સાચી) ક્રિયા અને બીજી મીથ્યા (એટલે ખોટી) ક્રિયા. સાચી આત્મદષ્ટિની સમજણ પૂર્વકની થતી ક્રિયાને સમ્ય ક્રિયા કહે છે. એથી વિપરીત તે મિથ્યા ક્રિયા.
અહિં પણ જ્ઞાન અને ક્રિયા એક બીજાના પૂરક છે. ક્રિયા વિનાનું જ્ઞાન જમીનમાં દટાઈને પડેલાં ખજાના જેવું નિર્થક છે, પછી એ ગમે તેટલું કિંમતી હોય. જ્ઞાન વિનાની, સાચી સમજણ વિનાની ક્રિયા પણ નિષ્ફળ છે. ઘરના આંગણે એક કુંડામાં તુલસીનો છોડ કોઈ રોપે અને એ કુંડામાંની માટીને પાણી પાવાને બદલે જો ઘી પાય, તો શું થાય? પાણી કરતાં ઘી ઘણું વધારે પોષક છે એમ માનીને અને આર્થિક રીતે પોતે ઘણો ધનવાન હોઈ ઘીનો એ રીતે વ્યય કરવા શક્તિમાન હોવાથી પાણીને બદલે તુલસીના છોડને તે ધી પાવા માંડે તો તેમાંથી શુ નીપજે? જ્ઞાન વગરની ક્રિયા આવા પ્રકારની સમજવી.
સભ્ય ક્રિયામાં પવિત્ર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર વિગેરે આચારના પાલનનો સમાવેશ થાય છે. આ ક્રિયાના બે ભેદ છે. એક દ્રવ્યક્રિયા અને બીજી ભાવક્રિયા. આમાં દ્રવ્યક્રિયા આચાર સ્વરૂપ છે અને ભાવક્રિયા આચાર તથા વિચાર ઉભય સ્વરૂપ છે. આ બંનેનું મહત્ત્વ એક સરખું હોવા છતાં, સાપેક્ષ દૃષ્ટિથી ભાવક્રિયાનું જે ફળ છે તે જ મુખ્ય ફળ છે.
તત્ત્વજ્ઞાનને જાણનાર માણસ, આચારમાં ધર્મના આચરણમાં મોટું મીઠું લઈને ફરતો હોય, તો તેનું જ્ઞાન માત્ર “માહિતી ભંડાર સમું જ બની જાય છે. બીજાને તે કદાચ ઉપયોગમાં આવે; એને પોતાને માટે એ નિરર્થક છે, વૃથા છે. એ જ્ઞાનને આચરણમાં ઉતારવામાં આવે, ત્યારે પણ દ્રવ્ય (બાહ્ય) અને ભાવ (આંતરિક) એ બેને પરસ્પર સંબંધ છે. ભાવથી મુક્રિયા માટે પ્રેરણા મળે છે; દ્રવ્યક્રિયા દ્વારા ભાવક્રિયા જાગ્રત થાય છે. દ્રવ્યક્રિયા વિના ભાવક્રિયા ઉપજે નહિ અને ભાવક્રિયા વિના દ્રવ્યક્રિયા ફળ આપે નહિ.
બાહ્યક્રિયા જો શુષ્ક, જડ, સમજણ વગરની અને માત્ર ભાવશૂન્ય આદત સમી જ હોય, તો એ બધી મુક્તિ માર્ગ માટે નિરર્થક નીવડે છે. વ્યવહારમાં પણ એવું જ છે. જે કામમાં ચિત્ત ના હોય તે કામમાં કશો ભલીવાર આવતો નથી. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પાઠ, અધ્યયન, ભક્તિ કરતી વખતે સ્તવન (ભજન) ગાવાં વિગેરે બધી દ્રવ્યક્રિયા છે. એનો હેતુ ભાવને જાગ્રત કરીને ચિત્તવૃત્તિને વ્યવસ્થિત તથા સમભાવશીલ બનાવવાનો છે. આ બધી દ્રવ્યક્રિયાઓ કરતી વખતે, હું આ શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું એવી સમજણ નો અભાવ હોય અને વધારામાં, મન જો તે સમયે બીજે ભટકતું હોય, તો એવી ક્રિયાઓ નિરર્થક નીવડે છે.