________________
૧૭૬
અનેકાંત અને સ્યાદ્વાદ અશક્ય બની ગયું, અંતમાં, એ યંત્રમાનવે એના સર્જક પેલા વૈજ્ઞાનિકને જ મારી નાંખ્યો !
આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ પણ પ્રાયઃ પેલા વૈજ્ઞાનિક અને ફ્રેન્ડેન્ટીન જેવો છે. રાગ-દ્વેષ ઈત્યાદિ કષાયોને કારણે પોતે સુખી થવા અને બીજાને દુઃખી કરી આનંદ પામવા, આત્મા પોતે જ કર્મના જડ પુલોને પોતાની તરફ ખેંચે છે. પણ પછી, એ જ પુદ્ગલો આત્માના પોતાના એ જ કર્મો પેલા યંત્રમાનવ. ફેન્ડેન્ટીનની માફક આત્માની શક્તિઓને હણી નાંખે છે, કુંઠીત બનાવી દે છે,
હાથના કર્યા હૈયે વાગ્યાં' એવું વ્યવહારમાં આપણે બોલીએ છીએ તે આવી જ વાત છે.
પેલા વૈજ્ઞાનિકમાં અને આત્મામાં મોટો ફરક એ છે, કે એ વૈજ્ઞાનિક (એની દેહ) મરી ગયો; જ્યારે આત્મા મરતો નથી. મરી ગયા પછી પેલો વૈજ્ઞાનિક તો પેલા ફ્રેન્ડેન્ટીનના ત્રાસમાંથી છૂટ્યો; પણ, આત્મા, ફ્રેન્ડેન્ટીનથી છૂટતો નથી. એ જ્યાં જાય છે, ત્યાં કર્મ એની સાથે જ જાય છે; અથવા એમ કહીએ તો પણ ચાલશે કે આત્માને જ્યાં જવાની ઈચ્છા હોય છે, ત્યાં જવા દેવાને બદલે, કર્મ અને બીજી જ જગ્યા પર ઘસડીને લઈ જાય છે.
પરંતુ,પેલા વૈજ્ઞાનિકમાં ને આત્મામાં એક બીજો મોટો તફાવત છે. યંત્રમાનવને બનાવ્યા પછી, એમાંથી કેમ છૂટવું, એ વાતની એ વૈજ્ઞાનિકને ખબર નહોતી; જ્યારે, આ કર્મમાંથી કેમ છૂટવું એ વાત આત્મા જાણી શકે છે. એ એનું સ્વભાવગત જ્ઞાન છે; Inherent knowledge છે.
કર્મના પ્રાબલ્યને કારણે એમાંથી છૂટી શકાતું નથી. તે વખતે પણ “આમાથી છૂટી શકાય છે” એ વાત આત્મા જાણી શકે છે. કર્મના પ્રાબલ્યથી ક્યારેક એવું બને છે, કે “આમાથી છૂટવું જોઈએ અને છૂટી શકાય છે એ વાતનું આત્માને વિસ્મરણ થઈ જાય છે. કર્યા કર્મો ભોગવતાં ભોગવતાં, સંતાઈ ગએલી એની સ્મૃતિ પાછી આવે આ ક્રમ, આત્મા અને કર્મ વચ્ચે ચાલતા અનાદિ સંધર્ષમાં ગોળગોળ ફર્યા કરતો હોય છે.
ક્યારેક, આત્મા જેની ઈચ્છા કરે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી, પ્રયન્ત કરવા છતાં પ્રાપ્ત કરી શકતો નથી. દાખલા તરીકે, એક જ ગુરૂના બે શિષ્યો એકસરખી મહેનત કરવા છતાં, એક વિદ્વાન બની જાય છે અને બીજો “ઢ” રહી જાય છે. આ બીજાનો પ્રયત્ન કંઈ ઓછો નથી હોતો; છતાં, તેનું જ્ઞાન મેળવી શકતો નથી. અહીં, એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં એનું જે કર્મ આડે આવે છે, તે કર્મ માટે જૈન તત્ત્વવેત્તાઓએ “જ્ઞાનાવરણીય કર્મ” એવું નામ આપ્યું છે, આમ છતાં, એ કર્મ સદાકાળ એની