________________
૧૫૪ રામ અનેમંત અને સ્યાદ્વાદ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે.
વિવેકપૂર્વક આ જ્ઞાનનો ઉપયોગ કરનારાઓ માટે, એમાં લાભ અને કલ્યાણ ભરપૂર પડ્યા છે.
આ પુસ્તકમાં અહીં સુધી જે લખાયું છે. તે વાંચ્યા પછી, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિષે, વાચકનાં મનમાં, આદરભાવ અવશ્ય ઉત્પન્ન થશે. એ અંગેની બીજી પણ મહત્ત્વની બાબતો જાણવાની જિજ્ઞાસા પણ અવશ્ય ઉત્પન્ન થશે.
એટલ, હવે પછીના પાનાઓમાં આપણે થોડીક ઉપયોગી માહિતીનું નિરૂપણ કરીશું.