________________
૧૬૪
અનેકાંત અને સ્યાદ્વાદ માણી ભક્તમંડળ ઝપાટાબંધ જામી જાય છે. દુન્યવી સુખો માટેની સામાન્ય લોક સમૂહની કામના , આવા મહાત્માઓનો આત્મવિકાસનો માર્ગ રૂધીને બેસી જાય, તેમાં નવાઈ શું? પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ અંહેના અહંભાવ જનિત સંભ્રમથી, આવા મહાત્માઓ પણ, ક્યારેક ધર્મ પ્રવર્તક” થી માંડીને તે “સ્વયંશંભુ, સ્વયંસિદ્ધ, હાજર ઈમામ અને ભગવાન' સુધીનાં બિરૂદોમાં અટવાઈ જાય છે. એ ભ્રમણામાં જેઓ અટવાય નહિ, અટવાયા હોય તો છૂટે અને મનને છોડીને શુદ્ધ આત્માના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા જેઓ કાર્યસાધક બને, તેમને માટે જ આગળ વધવાનો અને કેવળજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો થાય છે. બાકીના બધા ભવાટવીમાં ફર્યા જ કરે છે.
આ વાતજો ઝટ સમજાઈ જાય તો સુદેવ, સુગુરૂ અને સુધર્મને સમજવામાં અને મેળવવામાં ખુબ સહાયતા મળે. ભૌતિક કામનાઓ અને દુન્યવી લોલુપતાઓમાંથી આપણે એક ક્ષણવાર પણ જો મુક્ત ન થઈ સકીએ, તો પછી, પેલા બધા કહેવાતા અને વળી કોઈ કોઈ થઈ બેઠેલા મહાત્માઓમાં આપણે સાક્ષત ભગવાનનાં દર્શન થાય તેમાં નવાઈ શું? પરંતુ, આંધ્યાત્મિક દૃષ્ટિથી, મન દ્વારા થતું જ્ઞાન એ ઉપરોક્ષ જ્ઞાન છે અને સાટી રાહબરી - દોરવણી - જેમને પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેઓ જ આપી શકે. આટલી વાત જો આપણે સમજી લઈએ તો પછી ચમત્કારોથી અને ચમત્કાર માતડોથી આપણે અંજાઈ જઈશું નહિ, આપણે તેથી લોભાઈશું પણ નહિ. - એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ, મતિ અને શ્રુતજ્ઞાનમાં મિથ્યા અથવા વિપરીત જ્ઞાનનો સંભવ રહેલો જ છે. મન ગમે તેટલું શક્તિશાળી બને, તે છતાં તે “અજ્ઞાની' રહે, એ વાત નિશ્ચિતરણે શક્ય છે. અગાઉ જે વિપરીત જ્ઞાન બતાવ્યાં છે તેમાં “મતિ અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન” એ બેનો ઉલ્લેખ આપણે કરેલો જ છે. શ્રુત જ્ઞાન એ સમ્યગુ (સાચું) હોય, તો ત્યાંથી આત્માના ક્ષેત્રમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં, પ્રવેશ કરવાની તક મળે છે. પરંતુ, જો એ મિથ્યા વિપરીત હોય, તો ત્યાંથી વિકાસને બદલે અવનતિ શરૂ થાય છે. સાઘેલો વિકાસ ગુમાવી દેવાય છે અને પાછા, જ્યાં હતા ત્યાં તેથી પકટાઈ પડાય છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. "
ચમત્કાર કરી બતાવવાની મનુષ્યની મનની શક્તિ, એ આત્મા વિકાસનું સાધન નથી. આધ્યાત્મિક સાધના કરતાં કરતાં, જે વિકાસ ક્રમમાંથી આપણે પસાર થવાનું હોય છે, તેમાં મનની શક્તિનું ખીલવું અને આવાતેવા કોઈ ચમત્કારો કરી બતાવવાની સ્થિતિમાં આવવું, એ સ્વાભિવિક છે. ફળફુલ ઝાડના વિકાસક્રમમાં જે