________________
ર્મ
૧૬૯
પ્રકાર છે. જીવબદ્ધ કાર્મિક પુદ્દગલોને ‘દ્રવ્યકર્મ’ કહેવામાં આવે છે અને જીવના રાગ, દ્વેષ ઇત્યાદિ ગુણસ્વભાવાત્મક પરિણામને ‘ભાવકર્મ’ કહેવામાં આવે છે. આ બંને પ્રકારનાં કર્મોને પરસ્પર કાર્યકારણભાવ સંબંધ છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મની પ્રવૃત્તિ થાય છે.
આ કર્મ રૂપી ક્રિયા અનાદિ કાળથી ચાલતી આવી છે; અનંત કાળ સુધી ચાલ્યા કરવાની છે. જેને આપણે જીવન કહીએ છીએ, તે પણ એક ક્રિયા જ છે. એ દૃષ્ટિથી જીવન પણ એક કર્મ છે.
આત્મા વિષે, તત્વજ્ઞાનીઓએ એક જ આત્માના જે બે સ્વરૂપો બતાવ્યાં છે, તેમાં ‘મુક્ત આત્મા’ અને ‘કર્મબદ્ધ આત્મા’ એવાં બે સ્વરૂપો કહ્યાં છે. અહિં, જે ‘મુક્ત’ શબ્દ વાપર્યો છે, એનો અર્થ ‘કર્મમુક્ત’ એમ સમજવાનું છે.
આત્મા સાથેનો 'કર્મનો સંબંધ પણ અનાદિ છે, જગતના અનાદિ-અનંત અસ્તિત્વની અપેક્ષાએ, કર્મનો આત્મા સાથેનો સંબંધ પણ અનાદિ-અનંત છે, એમ કહી શકાય. પરંતુ, આત્માને લાગેવળગે છે, ત્યાં સુધી, કર્મ સાથેનો એનો સંબંધ અનંત નથી, સાન્ત છે.તમામ કર્મનો ક્ષય કરીને આત્મા જયા૨ે ‘મુક્ત’ બને છે, ત્યારે, તે આત્માનો કર્મ સાથેનો સંબંધ પૂરો થાય છે. આનો, બીજો તર્કશુદ્ધ Logical અર્થ એ થયો કે જ્યાં સુધી તમામ કર્મોનો ક્ષય થતો નથી, ત્યાં સુધી આત્મા ‘મુક્ત’ થતો નથી.
એટલે, કોઇ પણ શરી૨માં, કર્મથી અશુદ્ધ અથવા બદ્ધ બનીને જ્યાં સુધી આત્મા પરિભ્રમણ કરતો હોય, ત્યાં સુધી, એ કર્મ કરતો જ રહે છે. એ કર્મોને પરિણામે જ એને જન્મવું, જીવવું, મૃત્યુ પામવું, ફરીથી જન્મ લેવો અને જાતજાત ને ભાતભાતનાં શરીરોમાં પુરાઇ રહીને, ચોરાશી લક્ષ યોનિમાં, સ્વર્ગ, પૃથ્વી અને નરક વચ્ચે, આંટાફેરા કરવા પડે છે.
પાછળના પાંચ કારણવાળા પ્રકરણમાં, આ ‘કર્મ’ ને કાર્યના એક કારણ સ્વરૂપે આપણે જોયું છે. આત્માના સાંસારિક પર્યાયોને, શરીરને, રાગદ્વેષને અને સુખદુ:ખને લાગેવળગે છે, ત્યાં સુધી, આ ‘કર્મ’ એ એક પ્રધાન કારણ છે.
આપણી આંખો વડે આ ‘કર્મ’ ને કાર્યના એક કારણ સ્વરૂપે આપણે જોયું છે. આત્માના સાંસારિક પર્યાયોને, શરીરને, રાગદ્વેષને અને સુખદુઃખને લાગેવળગે છે, ત્યાં સુધી, આ ‘કર્મ' એ એક પ્રધાન કારણ છે.
આપણી આંખો વડે આ ‘કર્મ’ ને આપણે જોઇ શકતા નથી. એમ છતાં, અગાઉ જણાવ્યા મુજબ, કર્મ એક પુદ્ગલ છે. પુદ્ગલ એટલે, રૂપી સાકાર. પરંતુ આ રૂપ અતિ સૂક્ષ્મ હોવાથી તે ઇન્દ્રિયગમ્ય નથી.