________________
જ્ઞાન
આ પાંચ જ્ઞાન માહિતી આપણે એકઠી કરીએ અને પછી તેને અમલમાં-આચરણમાં મૂકવા રૂપી ક્રિયા બાબતમાં જો મોટું મીંડું રાખીએ તો આપણી એ બધી મહેનતથી આપણને પોતાને ફાયદો શું? કશો જ નહિ.
એટલા માટે જ સપુરૂષો કહી ગયા છે કે વ્યવહારમાં જેને જ્ઞાન માનવામાં આવે છે, તે જ્ઞાનના “સિંધુ” કરતાં “અનુભવ બિંદુ” વધારે મહાનું છે.”
એટલે, જે જ્ઞાનની પસંદગી આપણે આપણા હેતુની સિદ્ધિ અર્થે કરવાની છે, તે જ્ઞાન, આપણને પ્રત્યક્ષ અનુભવ' તરફ દોરી જાય તેવું સાચું સમ્યગહોવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્તિ તરફ દોરી જતા માર્ગોની પસંદગી કરવામાં પણ આપણે સાચા માર્ગનું અવલંબન લેવું જોઈએ. આપણો હેતુ પણ વિશુદ્ધ ઉદાત્ત અને પારમાર્થિક હોવો જોઈએ. વિવેકપૂર્વક વિચારતાં હવે સમજાશે કે :
સાચું જ્ઞાન એટલે ‘અનેકાંત તત્ત્વવિજ્ઞાન.” સાચો માર્ગ એટલે “સ્યાદ્વાદ.” સાચો હેતુ એટલે “આત્માના સ્વસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ.”