________________
૧૬૮
અનેકંત અને સ્યાદ્વાદ
જ
કર્મ એ ક્રિયાવાચક, ક્રિયાસૂચક, ક્રિયાદર્શક શબ્દ છે. કર્મ એટલે ગતિમાં જેમ ક્રિયા છે તેમ સ્થિતિમાં પણ ક્રિયા છે.
આ ક્રિયાના બે પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્યક્રિયા. (૨) ભાવ-ક્રિયા. આમાં, ઈન્દ્રયો તથા શરીર દ્વારા જે ક્રિયા થાય છે તેને દ્રવ્ય-ક્રિયા કહે છે, આપણે એને બાહ્ય ક્રિયા' પણ કહી શકીશું. મન દ્વારા જે ક્રિયા થાય છે, જે કંઈ સંકલ્પવિકલ્પ, સારામાઠા વિચારો, પ્રેમ (રાગ) તથા તિરસ્કાર (દ્વિષ) ઇત્યાદિ જે ક્રિયા થાય છે તે ભાવક્રિયા છે. આપણે એને “આંતરિક ક્રિયા’ એમ કહી શકીશું.
હવે, આ કર્મ વિષે, રસ્તે ચાલતા કોઈ પણ સામાન્ય માણસને ઉભો રાખીને આપણે પૂછીશું તો તે એનો જવાબ આપશે કે “આપણા વડે જે કંઈ કાર્ય થાય તે કર્મ,” થોડીક સમજણવાળો માણસ જવાબ આપશે કે “કરો તેવું પામો, કરો તે કર્મ અને પામો તે ફળ.”
આમ, કર્મ વિષેની વ્યવહારિક સમજણ તો સર્વસામાન્ય અને વિશ્વવ્યાપા છે; પરંતુ, કર્મ વિષેની શાસ્ત્રીય સમજણનો જગતમાં પુરતો પ્રચાર નથી, પુરતો ખ્યાલ નથી.
તત્ત્વજ્ઞાનની સમજણ મુજબ, “કર્મ એ કોઈ ક્રિયા અથવા પ્રવૃત્તિના સંસ્કા માત્ર નથી. કર્મ એક વસ્તુ છે. એ દ્રવ્યભૂત વસ્તુ છે. એના પોતાનાં પુદ્ગલો હોય છે. આ પુદ્ગલોને કર્મવર્ગણાનાં પુદ્ગલો કહેવામાં આવે છે.” - મન, વચન અને કાયા દ્વારા આપણે જે કંઈ કાર્યો કરીએ છીએ અને જીવની પ્રવૃત્તિ માનવામાં આવી છે. આત્માની આ પ્રવૃત્તિથી કર્મનાં પુલો ખેંચાઈ આવે છે અને તેને વળગે-ચોટે છે, આ કર્મવર્ગણાના પુદ્ગલો, લોકાકાશમાં એટ સર્વત્ર ભરેલા પડ્યાં છે. આ પુદ્ગલો જ્યારે આત્માને વળગે છે ત્યારે, તેમનું તે વળગવું, તે “કર્મબંધન' નામથી ઓળખાય છે.
એટલે, તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી, ક્રિયા દ્વારા નિપજતું પુદ્ગલ વિશેષની રચના કાર્ય તે કર્મ. આ ક્રિયામાં, મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયા ઉપરાંત આત્માન મિથ્યાત્વ અવિરતિ કષાયની ક્રિયાનો સમાવેશ થાય છે.
મન, વાણી અને શરીરની ક્રિયાઓના પ્રકાર અનુસાર કર્મના પુદ્ગલ ખેંચાઈને આવે છે, બંધાય છે અને આત્માને-જીવને વળગે છે. આ રીતે કાર્ય અથ ક્રિયા દ્વારા ખેંચાઈ આવતાં અને આત્માને ચોંટતા પુદ્ગલોના સમૂહને શાસ્ત્રી પરિભાષામાં કર્મ' કહેવામાં આવે છે. આમાંય પાછા દ્રવ્ય” અને “ભાવ” એવા