________________
માં પાંચ જ્ઞાન
પાંચ જ્ઞાન જ્ઞાન કોને કહેવું, એ પ્રાથમિક ભૂમિકા ઉપર વિવાદાસ્પદ પ્રશ્ન છે. જ્ઞાનપિપાસા, જ્ઞાન મેળવવાની પિપાસા, જિજ્ઞાસા, એને માટે કરવામાં આવતી શોધ અને મહેનત વિગેરે આજના યુગમાં એક સામાન્ય પ્રશ્ન બની ગયો છે.
લોકો વ્યાખ્યાનો સાંભળે છે, પુસ્તક વાંચે છે અને ચર્ચા વિચારણા પણ કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા આ ભૌતિક જગતમાં મુખ્યત્વે સુખપ્રાપ્તિના હેતુથી ઉદ્ભવેલી દેખાય છે.
જાત-જાત ને ભાત - ભાતના વિષયો અંગે નવું નવું જાણવાની તાલાવેલી આજે માનવ-મનનો કબ્બો લઈને બેઠેલી દેખાય છે. આ એક શુભ ચિહ્ન છે.
પરંતુ, જે વસ્તુની પ્રાપ્તિ માટે આપણે પરિશ્રમ કરતા હોઈએ, તે વસ્તુના યથાર્થ સ્વરૂપને આપણે ન જાણતા હોઈએ, તો આપણને શું મળવાનું? જે મળ્યું, તે આપણે શોધતા હતા એ જ છે કે બીજું કંઈ તે નક્કી શી રીતે કરી શકાય?
જૈન તત્ત્વવેત્તાઓએ મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરવા માટે એક વાક્ય આપેલું છેઃ
(જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ 1) આનો અર્થ થાય છે: “જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મોક્ષ મેળવી શકાય છે,” અહિં, જ્ઞાન ક્રિયાને ભેગા કરીને વધારે સ્પષ્ટ અર્થ પણ કાઢી શકાય, કે ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા મોક્ષ મેળવી શકાય છે.”
- આ વાક્યમાં જયાં “મોક્ષ' શબ્દ છે, એને બદલે, પ્રાપ્ત કરવા માટેની કોઈ • પણ વસ્તુનું નામ આપણે મૂકીએ તો પણ, તેમાં જ્ઞાન અને ક્રિયા એ બે શબ્દોને તો
આપણે રાખવા જ પડશે, આ “જ્ઞાન” અને “ક્રિયા” એ બે સનાતન શબ્દો છે. આ બંને માટે આપણે “અનાદિ-અનંત અથવા શાશ્વત-યુગલ’ એવા શબ્દો પણ વાપરી શકીશું.' . સંસારમાં, પુરૂષ અને સ્ત્રીને એક રથના બે ચક્ર માનવામાં આવ્યા છે. એ
બંને ચક્ર અખંડિત હોય. એ બંનેમાં સુમેળ હોય. તો જ એ રથ વ્યવસ્થિત ગતિ કરી શકે. પરંતુ, જ્ઞાન અને ક્રિયાની જોડી એટલી બધી મહત્વની છે, એટલી બધી આવશ્યક છે, કે બેની સાથે સ્ત્રી-પુરૂષની બેલડીની સરખામણી તો વિરાટ પાસે વામન જેવી છે.
કોઈ પણ કાર્ય હોય, પછી તે ભૌતિક ક્ષેત્રનું નાનામાં નાનું, અદકામાં અદકું હોય કે પછી આધ્યાત્મિક ક્ષેત્રનું આત્માની મોક્ષપ્રાપ્તિ માટેનું કઠીનમાં કઠીન કામ હોય, આ જ્ઞાન અને ક્રિયાની અપૂર્વ બેલડીના સહકાર વગર સિદ્ધ થઇ શકતું જ નથી.