________________
૧૫
અનેવંત અને સ્યાદ્વાદ શ્રદ્ધા અને બુદ્ધિ એ બેના સહકારનું જ મહત્વ છે, તેથી અનેક ઘણું વધારે મહત્વ આ જ્ઞાન-ક્રિયા રૂપી યુગલનું છે. આ બંને છૂટા પાડી નાંખો, તો કશું પણ કાર્ય થઈ શકશે નહિ. આ એક અવિભક્ત યુગલ Inseparable couple-છે. જ્ઞાન જો એકલું પડી જાય, તો કંજાલના ધનની જેમ તે નિરર્થક-વાંઝીયું બની જાય. જ્ઞાનથી છૂટી પડેલી ક્રિયા પણ એ જ રીતે વંધ્યા-Unproductive અને નિરર્થક -Useless બની જાય.
બાળ જીવો માટે જૈન વક્તવિશારદોએ આ જ્ઞાન અને ક્રિયાની એક બહુ જ સરળ અને સુંદર વ્યાખ્યા આપી છે. “અમુક કાર્ય કરવા જેવું છે. એવી જે સમજણ, તે જ્ઞાન અને એ કાર્યને અમલમાં મૂકવું તે ક્રિયા.”
દાખલા તરીકે, “અસત્ય બોલવું એ પાપ છે.” એવી સમજણ તે “જ્ઞાન અને અસત્ય બોલવાનો ત્યાગ કરવો તે ‘ક્રિયા'. એ જ રીતે, “સાચું બોલવું એ ધર્મ છે, એવી સમજણ એ “જ્ઞાન” અને “સાચું જ બોલવું તે ‘ક્રિયા’ હવે, આમાં આપણે એકદમ સમજી શકીશું કે હમેશાં સત્ય જ બોલવું જોઈએ. અસત્ય કદી પણ ના બોલવું જોઇએ. એવી સમજણ રૂપી જે જ્ઞાન છે, તેનો ક્રિયારૂપી અમલ જો ન કરવામાં આવે, તો તેવી સમજણ, તેવા જ્ઞાનથી, શું અર્થ સરવાનો? અર્થાત એ જ્ઞાનના ક્રિયારૂપી અમલ વિના, એ જ્ઞાનથી કશો પણ લાભ નહિ મળે.
એવી જ રીતે, શું ધર્મ છે, શું કરવા યોગ્ય છે અને શું ત્યજવા યોગ્ય છે, એને લગતા જ્ઞાન વિનાની કોઈ ક્રિયા આપણે કરીશું તો તે પણ અર્થહીન અને ક્યારેક તો અનર્થકારક થઈ જશે. આ બંનેના સુયોગ સિવાય આપણે કશી પ્રગતિ નહિ સાધી શકીએ.
એક સીધું સાદું દષ્ટાંત લઈએ. આમાં આપણે એક કારખાનું ખોલીને તેમાં વિમાન’ બનાવવા છે. આમાં વિમાન વિષેનું પુરું જ્ઞાન અને પછી એ બનાવવા માટેની ક્રિયા-Technical knowledge and processing, એ બંનેના સુમેળ વિના, વિમાનનું પૂંછડું (Tail) પણ આપણે નહિ બનાવી શકીએ.
- ઘરમાં રસોઈ કરતી વખતે, જુદી જુદી વાનગીઓ બનાવવાનું જ્ઞાન અને પછી તે અંગે કરવી પડતી મહેનત-ક્રિયા-એ બે વચ્ચે સુમેળ હશે તો જ રૂચિકર ભોજન તૈયાર થઈ શકશે.
આ રીતે, આ જગતમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, સિદ્ધ કરવું હોય, પછી તે આધ્યાત્મિક ક્ષેત્રે હોય કે ભૌતિક ક્ષેત્રે, આ જ્ઞાન અને ક્રિયા એ બેના સંયોગ વગર કશું બનતું નથી.
જ્ઞાનયાખ્યા આ એક દિવ્ય સૂત્ર છે. (Heavenly slogan) એ વાક્યની