________________
૧૬ મા અનેકંત અને સ્વાસ્વાદ નક્કી કર્યા સિવાય એક કદમ પણ આપણાથી ઉઠાવી શકાય નહિ. પરન્તુ, આ નક્કી કરવાનું કામ સહેલું નથી. અતિ કઠીન છે.
જયાં નજર કરો ત્યાં લોકો જ્ઞાનની દુકાનો માંડીને બેઠેલા દેખાય છે. “અહીં આવો, અમારી પાસે જ સાચું જ્ઞાન છે, બીજે બધે ખોટું છે' એવા પાટિયાં ઠેકઠેકાણે લટકતાં દેખાય છે, ક્યાં જવું? કોની પાસે જવું? - “સુદેવ, સુગુરૂ અને સુધર્મ,” આ ત્રણ શબ્દો ઉપર જણાવી એ પરિસ્થિતિને કારણે જ આવશ્યક બન્યા છે,
ડગલો સીવડાવવો હોય ત્યારે “સારો દરજી' આપણે શોધીએ છીએ. પરંતુ, કાપડની જાત જો સારી ના હોય, તો એ “સારો દરજી કેટલી મદદ કરી શકશે? કંતાન લઈને દરજી પાસે જઇએ અને કહીએ કે “ડગલો સીવી આપે તો તે આપણને શું જવાબ આપશે? એવી જ રીતે, સારૂં કાપડ લઈને આપણે કોઈ મોચી પાસે જઇએ અને “ડગલો બનાવી આપ' એમ કહીએ તો શું થાય? .
ફલિત એ થાય છે કે આપણી પોતાની જિજ્ઞાસા વૃત્તિને આપણે નિર્મળ અને અહંભાવથી રહિત જો નહિ બનાવીએ, તો, દેવ, ગુરૂ કે, ધર્મ આપણને કેટલી મદદ કરી શકશે? તેમાંય જ્યારે, સુદેવ, સુગુરૂ અને સુધર્મ માત્ર અમારી જ પાસે છે એવાં પાટિયાં ઠેકઠેકાણે લાગેલાં આપણે જોઇએ; ત્યારે, એમાં ‘સુ કોણ અને કુ કોણ, એ શી રીતે નક્કી કરી શકાશે?
“ખુશામત ખુદાને પણ પ્યારી છે એવું એક કથન છે. માણસની બધી તેજસ્વિતાઓ ખુશામત પાસે ગૌણ બની જાય છે. “તમે બહુ સારા માણસ છો એવું આપણને જેઓ વારંવાર કહે તે માણસોને આપણે સારા ગણીએ છીએ. આપણી પ્રશંસા કરનારાઓ આપણને ગમે છે. આવી જ રીતે, “તમે ધર્મપ્રિય છો, તમે ધર્માનુરાગી છો, તમારામાં ઉંચા પ્રકારની યોગ્યતા છે એવું આપણને કહેનારા ગુરૂ પણ આપણને ગમી જાય છે. પછી, એ ગુરૂ જે માર્ગ આપણને બતાવે છે, તે માર્ગ પણ આપણને સારો અને સાચો લાગે છે.
આ વાત ઉપરથી બોધ એ લેવાનો છે, કે ખુશામતપ્રિયતાને અને અહંભાવને દૂર કરીને પછી જ આપણે સુદેવ, સુગુરૂ, સુધર્મ અને સાચા (સમ્યગુ) જ્ઞાનની શોધ કરવા નીકળવું જોઇએ. •
સ્યાદ્વાદ સિદ્ધાંત વડે સજજ થએલા અનેકાંતવાદને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો સાચું જ્ઞાન શું અને એ મેળવવાનો સાચો માર્ગ ક્યો એ સમજવામાં આપણને ઘણી મદદ મળશે. આ તત્ત્વવિજ્ઞાનને જ્ઞાન વિશે શું કહેવાનું છે તે આપણે . હવે જોઈએ.