________________
મદ બેરિસ્ટર ચકવર્તી
૧૫૩ અગાઉ કહી ગયા છીએ કે આાવાદ સત્ય અને ન્યાયનો પક્ષકાર છે. આ કેસમાં બેરિસ્ટર ચક્રવર્તીએ આરોપીનો બચાવ સ્યાદવાદશૈલીથી રજુ કર્યો હતો. એ વાત સાચી, પણ એ રીતે રજુ કરવામાં એમણે એકાંતિક કથન કર્યું હોત તો એને સાર્વદિશૈલી કહી શકાત નહિ. એવી જ રીતે, નામદાર ન્યાયાધીશ સાહેબે જે ચુકાદો આપ્યો તેમાં પણ સ્યાદ્વાદની પદ્ધતિ તથા અનેકાંતવાદ અંગેની પૂરપૂરી સમજણે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો એ આખાય દષ્ટાંતમાંથી ફલિત થાય છે.
જૈન શાસ્ત્રકારોએ, અનેકાન્તવાદ અને સ્યાદ્વાદને એક અસાધારણ જ્ઞાનતત્ત્વવિજ્ઞાન-ગણ્યું છે. આ એક ખૂબ જ ગંભીર વિષય છે, જે મળે તે બધાની પાસે આ વિષયના જ્ઞાનને ખુલ્લું મૂકવાનો જૈન શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. તેમણે એવી શરત મૂકી છે, કે જેમની બુદ્ધિમાં ગ્રાહ્ય શક્તિ ઉંચી કક્ષાની હોય, મુમુક્ષુભાવે જ્ઞાન મેળવવા માટે જ આ તત્ત્વ વિજ્ઞાનને સમજવા માગતા હોય અને જીવન તથા જીવનના ધ્યેય પરત્વે પૂર્ણપણે જાગ્રત તથા ગંભીર હોય તેવા વિશિષ્ટ કોટીના વિવેકી જિજ્ઞાસુને જ આ વિષયનું જ્ઞાન આપવું.”
અનેકાંતવાદના અધ્યયન અને પઠન - પાઠન બાબતમાં જૈન તત્ત્વવેતાઓ, સદીઓથી, આ શરતનું પાલન કરતા આવ્યા છે. આ જ્ઞાન બધાને આપવાની બાબતમાં, આ નિષેધને કારણે જ, તેઓ સંકોચ અનુભવતા રહ્યા છે. આનું એક પરિણામ એ આવ્યું કે, અન્ય એકાંતિક મતમતાંતરો જેવી પ્રસિદ્ધિ આ અભૂત તત્ત્વવિજ્ઞાનને મળી નથી.
એવો દાવો કરવામાં આવે છે કે આજે આપણે બુદ્ધિવાદના જમાનામાં જીવીએ છીએ. જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અગાઉ જે સંતોષ પ્રવર્તતો હતો. તેનું સ્થાન હવે અસંતોષે લીધું છે. જે જાણીએ છીએ એટલાથી સંતોષ માનીને બેસી રહેવા આજનું જગત માગતું નથી. નવું નવું જાણવાની અને સમજવાની ભૂખ હવે ઉઘડવા લાગી છે.
સ્વાદ્વાદ સિદ્ધાંતને, જિજ્ઞાસુઓના ખુલ્લા બજારમાં મૂકવાનો સમય હવે પાકવા આવ્યો છે. આ સિદ્ધાંતનો પ્રચાર કરવાનો, સારા પ્રમાણમાં અને જોરશોરથી પ્રચાર કરવાનો સમય પાકી ગયો છે. આ સિદ્ધાંતની સમજણની આવશ્યકતા આજે છે તેવી અગાઉ ક્યારેય પણ નહોતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. થોડુંક જોખમ ખેડીને પણ, આ ઉપકારક અને વિરલ તત્ત્વજ્ઞાનનો પ્રચાર હવે પૂરી તાકાતથી થવો જોઈએ.
તત્ત્વજ્ઞાનના ઉચ્ચ તથા કઠીન ક્ષેત્રથી માંડીને, વિચારમુલક ભૂમિકાથી લઈને આચારમૂલક પ્રદેશ સુધીની તમામ પરિસ્થિતિઓમાં અનેકાન્ત તત્ત્વજ્ઞાનની સમજણ