________________
૧૫૨ મા અનેકાંત અને સ્યાદ્વાદ આ હજુ આવવાનો બાકી છે, એટલે ચુકાદા વિષે હજુ કંઈ છેવટનો નિર્ણય ન્યાયાધીશ સાહેબે કર્યો નથી. એટલે, “આરોપી ગુનેગાર છે, આરોપી ગુનેગાર નથી અને ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.'
આ સાતે ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓ નામદાર ન્યાયાધીશ સમક્ષ નોંધાયા છે, રજુ થયા છે. એ સાતે ભેગા થઈને જે એક સળંગ ચિત્ર રજુ કરે છે તે તેઓ સાહેબ પાસે પડેલું છે. એ દરેક અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે તથા એ સાતેને એકઠા કરીને નામદાર ન્યાયાધીશ સાહેબ જ્યુરીને દોરવણી આપે છે ખરા, પણ ચૂકાદો નથી આપતા. આ વાત સમજવા જેવી છે. પોતાને જે ફેંસલો કરવાનો છે, જે ચૂકાદો આપવાને છે તે વિષે ન્યાયમૂર્તિ અગાઉથી કશો નિર્ણય બાંધી લેતા નથી. તેમનું પોતાનું મંતવ્ય-અભિપ્રાય શું છે એ તો જ્યુરીનો નિર્ણય આવ્યા પછી તેઓ વિચારશે. અને પછી જ ચૂકાદો આપશે.
હવે યુરીના સદગૃહસ્થો એક જુદા ઓરડામાં જઈને એ આખાયે કેસની વિચારણા કરે છે. અંદર અંદર વિચાર - વિનિમય કરે છે. બેરિસ્ટર ચક્રવર્તીએ પોતાનો કેસ સ્યાદ્વાદશૈલીને લક્ષ્યમાં રાખીને અને સ્થાપિત કાયદા કાનુનોને બરાબર સમજી - સમજાવીને રજુ કર્યો છે. ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાઓ જોતાં, આરોપી નિર્દોષ જ છે એવી સંગીન અસર જ્યુરીના સંગ્રહસ્થો ઉપર તેઓ પાડી શક્યા છે. જે સ્થળે ખૂન થયું તે સ્થળે આરોપી હતો જ નહિ અને જે સમયે ખૂન થયું કહેવામાં આવે છે, તે સમયે તે ધોબી તળાવ પર નહિ પણ બોરીવલીમાં હતો એવા સંગીન અને વિશ્વાસપાત્ર પુરાવાઓ તેમણે કોર્ટમાં રજુ કર્યા છે. આ બધું જોઈને, પૂરતી વિચારણા કર્યા પછી, “આરોપી નિર્દોષ છે એવો ફેંસલો (Verdict) પૂરી આપે છે. એ ફેંસલો બરાબર અને યોગ્ય છે એવું, તે પછી પૂરતી વિચારણા બાદ ન્યાયાધીશ સાહેબને લાગે છે અને તેઓ “આરોપી નિર્દોષ છે અને તેને છોડી મૂકવામાં આવે છે.” એવો ચૂકાદો સંભળાવે છે.
આરોપી છૂટી જાય છે. બેરિસ્ટર ચક્રવર્તીને સફળતા મળે છે. સ્યાદ્વાદ પદ્ધતિનો એ વિજય છે.
આ આખાય કેસ દરમિયાન આપણે જોયું કે ન્યાયાધીશ પોતે તદ્દન નિષ્પક્ષ તટસ્થ અને પોતાના ગૌરવ અંગે પૂર્ણપણે સજાગ રહ્યા છે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સફળ અનુસરણ કરવા માટે આવશ્યક એવા ગુણો, “મધ્યસ્થ વૃત્તિ, અતિ નિપુણ બુદ્ધિ અને વિવેકપૂર્ણ ગાંભીર્ય ન્યાયાધીશ સાહેબમાં હતા, એટલે જ તેઓ એક ન્યાયયુક્ત ચુકાદો આપી શક્યા. એ ગુણોને સ્યાદ્વાદની સમજણ મેળવવા માટે જૈન તત્ત્વવેત્તાઓએ ખાસ આવશ્યક ગણ્યા છે.