________________
૧૪૬ માસમાં અનેકંત અને સ્યાદ્વાદ માણી ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ બેરિસ્ટર ચક્રવર્તી ઉદાર નથી. હવે, સપ્તભંગીના સાત પદ અનુસાર હવે આપણે આ ઉદારતા રૂપી વસ્તુને તપાસીએ.
પ્રથમ ભંગ : બેરિસ્ટર ચક્રવર્તી' ઉદાર છે.” બીજો ભંગ : “બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર નથી.” ત્રિીજો ભંગ : બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર છે અને નથી.' ચોથો ભંગ : “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા” “અવક્તવ્ય છે. પાંચમો ભંગઃ “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા છે અને “અવક્તવ્ય છે.
છઠ્ઠો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા નથી અને ‘અવક્તવ્ય છે.”
સાતમો ભંગઃ “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા છે, નથી અને ‘અવક્તવ્ય છે.”
આ સાતે પદોમાં પેલા બે શબ્દો, “ચા” અને “એવ” રહેલા છે એમ માનીને જ આપણે ચાલવાનું છે. એટલે, ઉપરના સાત વિધાનો અવક્તવ્ય છે. - હવે, વ્યવહારમાં બેરિસ્ટર ચક્રવર્તિની આ ઉદારતા, ઉપર જણાવેલા સાત પદોની સાત જુદી જુદી દૃષ્ટિથી શું કામ કરે છે તે આપણે તપાસીએ. આ તપાસવા માટે “ચતુર્ભુજ’ અને ‘ગંગાધર' નામના બે ગૃહસ્થોને આ “સપ્તભંગી સમારંભમાં દાખલ કરીએ.
આ બંને ગૃહસ્થો બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ લેવાના ઉમેદવારો છે. એ બંને જણ આવીને પ્રશ્ન પૂછે છે કે “બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ મળશે?”
આ બેમાંના ચતુર્ભુજભાઇ બેરિસ્ટર સાહેબની જ્ઞાતિના સભ્ય છે. સ્વચતુષ્ટમાંની એક અપેક્ષા-સ્વક્ષેત્રની અપેક્ષાને લક્ષ્યમાં લઈને આપણે તેમને કહી દઇશું કે ‘બેરિસ્ટરનો ઉદારતાનો લાભ તેમને મળશે.અહીં પ્રથમ ભંગની અપેક્ષાએ નક્કી થયું કે “બેરિસ્ટર સાહેબ ઉદાર છે.”
પેલા ગંગાધરભાઇ બેરિસ્ટરની જ્ઞાતિના સભ્ય નથી. ઉદારતા માટેનું આ પર-ક્ષેત્ર હોવાથી, એ પર-ક્ષેત્રની અપેક્ષાએ ગંગાધરભાઈને તો આપણે કહી દઇશું
બેરિસ્ટર સાહેબ ઉદાર નથી.'
પહેલા અને બીજા ભંગ અનુસાર આ બંને વાતો જે આપણે કરી તેથી પ્રથમ આવેલા ચત્રભુજભાઈને આશા બંધાતાં તેઓ આપણી પાસે બેસે છે. પહેલા ભંગ દ્વારા આ લાભ તેમને થયો; “આશા બંધાઈ’ બીજા ભંગ અનુસારનો જવાબ મળતાં શ્રી ગંગાધરભાઇ ત્યાંથી ચાલ્યા જાય છે. એમને લાભ એ થયો કે બેરિસ્ટરની ઉદારતા