________________
બેરિસ્ટર ચકવર્તી મિના ૧૪૭ તેમને માટે નથી જ એવો નિશ્ચિત જવાબ મળવાથી ખોટી આશા રાખીને મિથ્યાં ફાંફાં મારવામાંથી તેઓ બચી ગયા.
પેલા ગંગાધરભાઈ ચાલ્યા ગયા અને પોતે હવે એકલા જ ઉમેદવાર બાકી રહ્યા તે જાણીને ચતુર્ભુજભાઈ રાજી થયા છે. પોતાને લાભ થશે એવી આશા તેમને બંધાઈ છે છતાં વધુ ખાત્રી કરવા માટે તેઓ ફરીથી પૂછે છે : “બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ હું તેમનો જ્ઞાતિજન છું એટલે મળશે તો ખરો. એ લાભ મને ચોક્કસ મળશે? બેરિસ્ટર સાહેબ શું ખરેખર ઉદાર છે?”
આ પ્રશ્નનો આપણે શું જવાબ આપીશું? બેરિસ્ટર ચક્રવર્તીના સ્વક્ષેત્રની અપેક્ષાએ આ ચતુર્ભુજભાઈ માટે તેઓ નિશ્ચિતપણે ઉદાર છે જ; પરંતુ બીજી બધી અપેક્ષાઓને આ ભાઈ પૂર્ણ કરે છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે આપણે એમને એક વાક્યમાં સ્પષ્ટ જવાબ આપવો હોય તો આપણે તેમને કહીશું કે :
‘બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને નથી.'
આવો, પરસ્પર વિરોધી જવાબ સાંભળીને ચતુર્ભુજભાઇ આપણી પાસે એ માટે ખુલાસો માગે છે ત્યારે આપણે તેમને કહીએ છીએ કે બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા સર્વ કાળે, સર્વ સ્થળે (ક્ષેત્રે) અને સર્વભાવે કામ કરતી નથી, પ્રગટ થતી નથી. એ માટેની શરતો (અપેક્ષાઓ) હોઇ, સ્વચતુટ્યની અપેક્ષાએ તેઓ ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર નથી.
આ ચતુર્ભુજભાઇ પોતે બેરિસ્ટર ચક્રવર્તીની જ્ઞાતિના છે એટલે એ એક અપેક્ષા પરિપૂર્ણ થવાને કારણે બેરિસ્ટર સાહેબને ત્યાં જવાનો વિચાર કરીને આપણને પૂછે છે : ‘તો હું બેરિસ્ટર પાસે જાઉં તો મને ફાયદો થશે?”
આ પ્રશ્નના જવાબમાં એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત જો કરવી હોય તો આપણે માટે ચોથા ભંગવાળો ઉત્તર જ અનુકૂળ અને વાસ્તવિક બનશે. આપણે એમને ‘તરત જ કહી દઇશું કે : “અવક્તવ્ય : અર્થાત્ કાંઇ કહી શકાય નહિ.” - અહીં આપણે ચતુર્ભુજભાઈને, લાભ મળશે કે નહિ મળે એ બેમાંથી એક પણ વાત નિશ્ચિતપણે કહી શકતા નથી. કેમકે મળવું અથવા નહિ મળવું તે સ્વ અને પર ચતુષ્ટયની અપેક્ષાને આધીન છે. ચતુર્ભુજભાઈને આપણે એક નિશ્ચિત અને અસંદિગ્ધ જવાબ આપવા માગીએ છીએ. એ ભાઈ કેટલી અપેક્ષાઓને પરિપૂર્ણ કરે છે તે આપણે જાણતા નથી અને આપણે એમને અંધારામાં કે ખોટી આશામાં પણ રાખવા માગતા નથી. એટલે ચોથા ભંગ અનુસારનો આ નિશ્ચિત અભિપ્રાય આપણે તેમની સમક્ષ રજુ કરીએ છીએ.
આમ છતાં, કંઈ કહી શકાય નહિ એવો જવાબ આપીને ચતુર્ભુજભાઈને