________________
મા બેરિસ્ટર ચકવર્તી રમતમામ મા ૧૪૯
આપણો આ જવાબ ચતુર્ભુજભાઈ પાસે એક એવું સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે. કે પરિસ્થિતિ જોતાં બેરિસ્ટર સાહેબની ઉદારતા એમને માટે નથી જ; આમ છતાં કંઈ કહી શકાય નહિ, આ જવાબથી ચતુર્ભુજભાઈને એક નવી દૃષ્ટિ સાંપડે છે અને તેથી બેરિસ્ટર પાસે જવા માટે તેમ જ પોતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે, ગેર સમજણ ન થાય તેવી રીતે પોતાના કેસ કાળજીપૂર્વક રજુ કરવાનું માર્ગદર્શન તેમને મળે છે. - આ બધું સમજ્યા પછી ચતુર્ભુજભાઈ બેરિસ્ટર ચક્રવર્તી પાસે જવા માટે ઉભા થાય છે. જતાં જતાં તેઓ પૂછે છે કે, બરાબર કાળજીથી વાત કરું તો બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ મને ચોક્કસ મળશે?”
આ સવાલનો જવાબ લેવા માટે આપણે સાતમા ભંગનો આશ્રય લેવો પડશે. આપણે એમને ખોટી આશા આપવા માગતા નથી, તેમને નિરાશ પણ કરવા માગતા નથી અને “વધાસમાં તમે મને આડે રસ્તે દોર્યો, પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર તમે આપ્યું નહિ, અવો ઠપકો પણ ચતુર્ભુજભાઈ પાસેથી સાંભળવા માગતા નથી. એટલે આપણે તેમને કહીશું કે :
બેરિસ્ટર સાહેબ ઉદાર છે, ઉદાર નથી અને અવક્તવ્ય છે.' અવક્તવ્ય છે અર્થાત્ કંઈ કહી શકાય નહિ. આ જવાબથી બેરિસ્ટર સાહેબની ઉદારતાના
સ્વચતુર્ય તથા પરચતુર્યની ભિન્ન અપેક્ષાઓ તથા એ બંનેની એકત્ર અપેક્ષાને • લક્ષ્યમાં રાખીને, ચતુર્ભુજભાઈને આપણે એક નવીજ સ્વતંત્ર દૃષ્ટિ આપીએ છીએ. . . આ રીતે, સાતે સાત ભંગની ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અને ભિન્ન ભિન્ન અપેક્ષાઓ મુજબના જે સાત વિધાનો – અભિપ્રાયો – આપણે શ્રી ચતુર્ભુજભાઈને આપ્યા તે બધાએ ભેગા મળીને, બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા અંગેનું એક આખું ચિત્ર તૈયાર
બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા શું છે, શું નથી, ક્યાં છે, ક્યાં નથી, ક્યારે છે, ક્યારે નથી, એનો લાભ મળી શકે એમ છે કે નહી, એ લાભ કોને મળી શકે તેમ છે અને કોને ન મળી શકે, ક્યાં સંયોગોમાં મળે તથા ક્યા સંયોગોમાં ન મળે,
ક્યારે મળે ને ક્યારે ન મળે વિગેરે બધી બાજુઓને સમજાવતું બધી બાજુઓનું નિરૂપણ એ સાતે ભંગ દ્વારા મળેલા ભિન્ન ભિન્ન જવાબો દ્વારા અને એ બધા જવાબોના સરવાળા દ્વારા, ચતુર્ભુજભાઈ પાસે પ્રગટ થઈ જાય છે, આ રીતે તૈયાર થતું એ આખું ય ચિત્ર પાછું “સાત’ શબ્દને આધીન છે. એ વાત ભૂલવાની નથી; કેમ કે, એ સમગ્ર ચિત્ર પણ એમાં પ્રત્યેક અંગોપાંગની અપેક્ષાને વશવર્તી છે. એ ચિત્રમાં, એકત્વ અને અનેકત્વ એ બંને અપેક્ષાભાવે રહેલા જ છે.