________________
૧૩૮)
અનેમંત અને સ્યાદ્વાદ સ્વરૂપો જે નિશ્ચિત સ્વરૂપે આ વસ્તુમાં રહેલા છે, તેની સંમતિ સૂચવતો “સ્થાત્ શબ્દ પણ આમાં છે. આ રીતે જોતાં, આ સાતમી કસોટી આપણી પાસે એક સાતમું સ્પષ્ટ અને નિશ્ચિત ચિત્ર રજુ કરે છે.
અપેક્ષા ભેદે એક જ વસ્તુનું “હોવું, ન હોવું અને અવક્તવ્ય (વર્ણનાતીત) હોવું” એ એક સુંદર અને અદ્ભુત ચિત્ર છે. વળી એ બુદ્ધિગમ્ય પણ છે.
પેલા કુવા અને પાણીવાળી વાતને ફરીથી યાદ કરીએ. એક કુવામાં પાણી છે, બીજા કુવામાં પાણી નથી. બંનેનું ખોદાણ એક સરખું હતું જે સપાટી પર એકમાં પાણી મળ્યું તે જ સપાટી પર બીજા કુવામાં પાણી નીકળ્યું નહિ.
હવે આ જે જમીનમાં એ બે કુવાઓ ખોદવામાં આવ્યા છે, તેમાં અમુક સપાટી પર પાણી નથી, અમુક સપાટી પર પાણી છે અને તેની જે સપાટી ઉપર એક કુવામાં પાણી છે યા બીજા કુવામાં પાણી નથી. એ જમીનમાં બીજા કુવાઓ ખોદવાથી પાણી નીકળશે કે કેમ, એ વાત, એ જમીનની અપેક્ષાએ નિશ્ચિતપણે કહી શકવાની સ્થિતિમાં આપણે નથી, આ આખીય પરિસ્થિતિની સળંગ રજુઆત આપણે કરવી હોય, જેવી છે તેવી વાતને અસંદિગ્ધપણે કહેવી હોય, તો આપણા માટે એક વિકલ્પ બાકી રહે છે અને તે એ કે પાણી છે, પાણી નથી અને કંઇ કહી શકાય તેમ નથી.” એવો જવાબ આપશે. “આ જમીનમાં પાણી છે?” એવા પ્રશ્નના જવાબમાં, ‘છે, નથી, અવકતવ્ય છે, એવી વાત કરીશું તો જ એ જવાબ બરાબર વાસ્તવિક બનશે.
આ સપ્તમ કથન પણ “એવ શબ્દ દ્વારા નિશ્ચિત અને ‘સ્યા’ શબ્દ દ્વારા અન્ય અપેક્ષાઓને આધીન છે એટલે એને સમજવામાં કશી મુશ્કેલી નહિ રહે. આ પણ એક સાપેક્ષ કથન છે અને એ રીતે સત્યવચન છે. - વ્યવહારમાં પણ આપણને આવી જાતની પરિસ્થિતિનાં દર્શન કરવા મળે જ છે. એક દષ્ટાંત લઈએ.
“દેવજીભાઈ નામના એક ગૃહસ્થને વ્યાપાર કરવા માટે નાગજીભાઈ નામના એક બીજા સજ્જને પોતાની પચાસ હજારની મૂડીનું ધીરાણ કર્યું અને એ મૂડીથી દેવજીભાઇએ વ્યાપાર શરૂ કર્યો. વ્યાપાર કરતાં કરતાં એ મૂડી સચવાશે, વધશે કે નષ્ટ થઈ જશે એ વાતનો નિશ્ચિત જવાબ તો કોઈ આપી શકતું નથી.
‘હવે આ દેવજીભાઈ પાસે પોતાની મૂડી હતી નહિ એટલે દેવજીભાઈ મૂડી વગરના છે અને પારકી મૂડી એમની પાસે આવવાથી મૂડીવાળા છે તથા એમના વ્યાપારનું પરિણામ ભવિષ્ય કાળની તેમની કુનેહ, આવડત, તેમને મળતી સહકાર તથા તેમનું પ્રારબ્ધ વિગેરે ઘણી અપેક્ષાઓને આધીન હોઈ એ મૂડી એમની પાસે સચવાશે, વધશે કે, વિનાશ પામશે એ વાત આજે કહી શકાય તેમ નથી, આ