________________
સપ્તભંગી
૧૩૯૬૪
હવે,
સંયોગોમાં, દેવજીભાઇ પાસે મૂડી છે, નથી અને કંઇ કહી શકાય નહિ, એવી એક સળંગ વાત જ આપણે કરવી પડશે. નાગજીભાઇ ગમે ત્યારે એમની મૂડી પાછી માગી લે એવી સંભવિતતા રૂપી એક અપેક્ષા પણ આમાં રહેલી જ છે. બીજી તરફ આપણે નાગજીભાઇની વાત કરીએ. મૂડી એમની પોતાની છે એટલે ‘છે’. એમણે દેવજીભાઇને વ્યાપાર કરવા આપી દીધી હોવાથી અત્યારે એમની પાસે નથી એટલે ‘નથી’, દેવજીભાઇ પાસેથી એ મૂડી પાછી મળશે કે કેમ એ વાત તો દેવજીભાઇના ધંધાના પ્રકાર, વિકાસ અને સફળતા-નિષ્ફળતા ઉપરાંત એમની દાનત ઉપર પણ આધાર રાખતી હોઇ, એ બધી અપેક્ષાઓને આધીન એ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકાય તેમ નથી. એટલે આ નાગજીભાઇની મૂડી બાબતમાં પૂછાતા પ્રશ્નના જવાબમાં' છે, નથી અને અવક્તવ્ય છે’ એવી એક માત્ર સળંગ વાત જો આપણે કરીશું તો તે જ બરાબર વાસ્તવિક ચિત્ર રજુ કરશે.
આ રીતે ભિન્ન ભિન્ન અપેક્ષાઓને અન્વયે, સ્વચતુષ્ટય પરચતુષ્ટ્ય અને સ્વપરચતુāની યુગપત્ કથન કરવાને લગતી અપેક્ષાત્રયીને આધીન રહીને, આ સાતમા ભંગ દ્વારા, “ઘડો તથા ફૂલદાની છે, નથી અને અવક્તવ્ય છે” એવી એક સળંગ સ્વતંત્ર વાત જ કરી શકાશે.
આ સાતમાં ભંગમાં પણ ‘સ્યાત્' અને ‘એવ’ એ બંને શબ્દો હોઇ, આ સાતમું વિધાન પણ નિશ્ચિત અને સાપેક્ષ છે. આ આપણી છેલ્લી અને સાતમી જિજ્ઞાસાનો અતિ સુંદર ઉત્તર છે.
ક્સોટી સાતે સાત
ઉપર આપણે સાત ભંગ દ્વારા વસ્તુના ધર્મ અંગેના જે જુદા જુદા નિર્ણયો કર્યા, એ સાતે સાત સ્પષ્ટ, નિશ્ચિત અને સ્વતંત્ર હોવા છતાં, એ પ્રત્યેક વિધાનમાં વસ્તુનું પૂર્ણ ચિત્ર નથી. એ સાતેને આપણે સ્વતંત્ર રહેવા દઇએ અને એ દરેકને આપણે વસ્તુનું એક ‘પૂર્ણ ચિત્ર’ સમજી લઇએ તો, તો આપણી તેવી સમજણ ‘એકાંતિક’ અને ખોટી ગણાશે. આ બધું, વસ્તુનું અનેકધર્માત્મકપણું સમજવા માટે, ‘અનેકાંત દ્વારા’ આપણે તપાસી રહ્યા હતા, એટલે, વસ્તુનું સંપૂર્ણ ચિત્ર તો એ સાતે કસોટીઓ મારફત જે જુદાં જુદાં સ્વરૂપો આપણે જોયા, એ બધાંને ભેગા કરીશું ત્યારે જ આપણને જોવા મળશે. અન્યથા, નિર્ણય વડે આપણે દોષિત ગણાઇશું.
એ સાતે સાત નિર્ણયો, પોતપોતાના ‘ચતુચ્’માં સ્વતંત્ર હોવા છતાં, ‘સ્વ’ અને ‘પર’ ચતુષ્યની અપેક્ષાથી એક બીજા સાથે સંબંધ ધરાવતા અને જોડાયેલા હતા જ. આ મહત્ત્વની વાતનું આપણને વિસ્મરણ ન થાય, સતત સ્મરણ રહ્યા કરે,