________________
મારફતે ‘પાણી નહિ મળે એવું ચોક્કસપણે કહી શકવાની સ્થિતિમાં પણ આપણે નથી.
એટલે, આ નપાણીયા કહેવાતા પ્રદેશમાં, “પાણી નથી અને અવક્તવ્ય (કશું કહી શકાય નહિ) છે, એવી એક સળંગ વાત કહેવાથી પરિસ્થિતિનો સચોટ ચિતાર આપણે રજુ કરી શકીશું. આ એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત થઈ ગઈ.
પાંચમાં ભંગની છે અને અવક્તવ્ય છે એવી વાતના જેવી જ આ “નથી અને અવક્તવ્ય છે એવી નવી વાત આ છઠ્ઠા ભંગમાં આવી. આ છઠું નવું દૃષ્ટિબિંદુ દીવા જેવું સ્પષ્ટ છે, સપ્તભંગીની આખી સાંકળનો આ એક અનિવાર્ય અંકોડો છે. આમ, આ છઠ્ઠા ભંગ દ્વારા આપણે એ કબૂલ કરી લઈએ છીએ કે : - ‘ઘડો અને ફુલદાની નથી અને અવક્તવ્ય છે.” હવે આપણે છેલ્લી સાતમી જિજ્ઞાસાનો ઉત્તર મેળવીએ. કસોટી - ૭ : ચાસ્તિ નાસ્તિ ચરૈવ ઘટ/ એની સંધી છુટી પાડીએ : स्यात् + अस्ति + न + अस्ति + अवक्तव्य: च एव घटः । એનો અર્થ થાય છે : “કથંચિત્ ઘડો છે, નથી અને અવક્તવ્ય છે જ.”
પાંચમાં ભંગમાં પહેલાં તથા ચોથાના સંયોજનથી એક નવું ચિત્ર તૈયાર થયું હતું. છઠ્ઠી ભંગમાં બીજા અને ચોથાના સંયોજનથી એક નવું દષ્ટિબિંદુ આપણે મેળવ્યું હતું. હવે, આ સાતમા ભંગમાં પહેલા, બીજા અને ચોથા એ ત્રણને સાથે રાખીને આ છેલ્લું નવું ચિત્ર આપણે તૈયાર કરીએ છીએ.
પાંચમા અને છઠ્ઠા ભંગની જેમ, આ સાતમું વિધાન પણ એક સ્વતંત્ર પરિસ્થિતિ છે. એ પણ નિર્ણાયાત્મક અને નિશ્ચિત કથન છે. ત્રણ જુદી જુદી વાતો તેમાં હોવા છતાં, એ ત્રણે મળીને એક સળંગ વાત આપણી પાસે રજુ કરે છે. પાંચમાં અને છઠ્ઠા ભંગને સમજ્યા પછી, આ સમજવામાં કશી મુશ્કેલી નહિ પડે.
આ સાતમી કસોટીમાં સ્વચતુષ્ટય, પરચતુષ્ટય અને એ બંને અપેક્ષાઓને એકી સાથે પ્રયોજવા દ્વારા ઉપસ્થિત થતી “અવક્તવ્યતા” એ ત્રણે ભેગા મળીને એક નવું જ વિશિષ્ટ ચિત્ર આપણી પાસે રજુ કરે છે. આની પહેલાના છ ભંગોમાં દર્શાવાયેલી વાતો – બતાવવામાં આવેલા નિર્ણયો- જેમ એકબીજાથી ભિન્ન છે, તેમ આ સાતમું ચિત્ર પણ એ છ કરતાં જુદું છે. આનાથી વળી એક નવી જ સમજણ આપણને પ્રાપ્ત થાય છે. આ સમજણ, પાછળની છ સમજણ કરતાં જુદી અને વિશિષ્ટ છે.
‘છે, નથી અને શબ્દો દ્વારા એનું વર્ણન થઈ શકે તેમ નથી;' આ વાક્યમાં પણ નિશ્ચિતતાનો સૂચક “એવ’ શબ્દ છે જ. વળી, બીજી અપેક્ષાઓ દ્વારા બીજાં