________________
સપ્તભંગી ચોથું વિધાન સ્પષ્ટ, બુદ્ધિ ગમ્ય અને રોજીંદા જીવનમાં વપરાતું વાક્ય છે, આ વાત પણ આપણે કબૂલ રાખી હતી.
હવે, અહિં એક એવું સ્વતંત્ર વિધાન, આ પાંચમી કસોટીના આધારે આપણે કરીએ છીએ : “છે અને અવક્તવ્ય છે.”
આમાંના આ “અવક્તવ્ય” તે તો આપણે બરાબર સમજી ગયા છીએ. જેમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મો હોય તે વસ્તુને તે બંને રૂપે એક જ વખતે અને એક જ રીતે સમજાવી શકાતી નથી. હવે પાંચમો ભંગ વસ્તુના અસ્તિત્વને સ્વીકારીને પછી ‘અવક્તવ્ય' એમ કહે છે.
આ પાંચમો ભંગ, વસ્તુના સ્વચતુષ્ટય અપેક્ષિત અસ્તિત્વને સ્વીકારે છે; તે સાથે જ, સ્વતંત્ર પરચતુષ્ટટ્ય તથા સ્વતંત્ર સ્વપરચતુષ્ટયની અપેક્ષાને લક્ષ્યમાં લઈને એવું વર્ણન કરી શકાય તેમ નથી, એવું વિધાન પણ તેમાં ઉમેરે છે.
વસ્તુના બધા જ ધર્મોને સમજાવવા માટે પ્રથમ ચાર ભંગદ્વારા રજુ કરવામાં આવતા અભિપ્રાયો પુરતા નહિ હોવાથી જ આ પાંચમાં અને હવે પછીના છઠ્ઠા તથા સાતમા ભાગોની આવશ્યક્તા ઉભી થઇ છે.
પ્રથમના ચાર ભંગ બરાબર સમજાઈ ગયા પછી આ પાંચમાં ભંગને સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે. “વસ્તુ છે અને અવક્તવ્ય છે” એ એક નિશ્ચિત વાત આ કસોટી દ્વારા નક્કી થાય છે. આ સમજવા માટે એક દષ્ટાંત લઇએ :
- કુવો ખોદવા માટે, જેની નીચે વધુમાં વધુ નજીકથી પાણી નીકળે તેવી જગ્યા • પસંદ કરવામાં આવે છે. જમીનની નીચે પાણી છે, એ એક નિશ્ચિત હકીકત (Matter
of fact) છે. આ છતાં, કુવો ખોદવા માટે પસંદ કરેલી જગ્યા વિષે ત્યાં નજીકથી પાણી નીકળશે જ એવું કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી. આ પ્રસંગે કોઇ એવો પ્રશ્ન કરે કે “અહીં પાણી છે?” તો શું જવાબ આપી શકાય ? જેમાંથી અસંદિગ્ધ સમજણ મળે તેવો સ્પષ્ટ જવાબ તો, “છે પણ કંઇ કહી શકાય નહિ એ વાક્ય દ્વારા જ આપી શકાય.
- કુવો ખોદીને તેમાંથી પાણી કાઢયા પછી, “અહીં પાણી છે?” એવા પ્રશ્ન કોઈ પૂછવાનું નથી. એવી જ રીતે, આ પાંચમી કસોટી જ્યારે એમ કહે છે કે “છે અને અવક્તવ્ય છે એ પણ એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત છે.
આ પાંચમું કથન પણ સાપેક્ષ છે અને અન્ય અપેક્ષાઓ દ્વારા થતી અન્ય નિશ્ચિત વાતોનો ઇન્કાર કરતું નથી. પહેલાના ચાર કરતાં એક વિશેષ વિશિષ્ટ અને નવી વાત આપણી સમક્ષ તે રજુ કરે છે. એકવાર ફરીથી સમજી લઇએ કે, સ્વચતુટ્યની અપેક્ષાએ ‘છે એવી નિશ્ચિત વાત કર્યા પછી, સ્વ-પર-ચતુટ્યયને