________________
૧૩૪ : અનેકાંત અને સ્યાદ્વાદ દશા સાપેક્ષ શક્યતાઓનો ઉલ્લેખ કરવા છતાં, મૂળ વિધાનના નિશ્ચિતપણાને કાયમ રાખે છે. “એવ' શબ્દ એ કથનને સંપૂર્ણ નિશ્ચિતતા આપે છે.
એક જ વસ્તુને, ‘છે, નથી તથા છે અને નથી એ ત્રણેય દૃષ્ટિથી એકી સાથે રજુ કરવામાં જે મુશ્કેલી રહેલી છે, તે મુશ્કેલીઓનું આ ચોથો ભંગ “અવક્તવ્ય એવો એક શબ્દ આપીને નિવારણ કરે છે. આ રીતે આ વાતને રજુ કરવામાં, અસત્ય કથન કરવામાંથી આપણે બચી જઈએ છીએ અને વધારામાં એક સત્ય કથન કરનાર તરીકેનું માન પણ તેથી મેળવીએ છીએ. એ રીતે, આ ચોથો ભંગ આપણી પાસે એક નવું દૃષ્ટિબિંદુ રજુ કરે છે, વસ્તુને સમજવાની એક નવી દષ્ટિ આપે છે.
વેદાંત મતમાં નેતિ નેતિ' (ન+ઇતિ) એવું જે વિધાન છે, એ સપ્તભંગીના આ ચોથા ભાગને સમજવા માટેનું સામાન્ય દષ્ટાંત પુરું પાડે છે. વર્ણન કરવાની અશક્તિમાંથી “નેતિ નેતિ’ (નથી, નથી) શબ્દો સ્વયંભૂ પ્રગટ થયા છે. આ શબ્દો ઉચ્ચારનાર, બ્રહ્મને સમજવાની પોતાની અશક્તિની અપેક્ષાએ આવો શબ્દપ્રયોગ. કરે છે, પરંતુ બ્રહ્મ કોઈ ચીજ જ નથી. એવી જ રીતે આ ચોથા ભંગમાં ‘અવક્તવ્ય શબ્દ અમુક સાપેક્ષતાનો સૂચક હોઈ એ એક સ્પષ્ટ વિધાન રજુ કરે છે..
એટલે આ ચોથા ભંગ દ્વારા આપણે નક્કી કર્યું કે, “ઘડો તથા પેલી ફલદાની અવક્તવ્ય છે' તત્ત્વજ્ઞાનમાં તેમજ વ્યવહારમાં બંનેમાં આ ચોથા નિર્ણયનું સવિશેષ મહત્વ છે.
આપણી ચાર પ્રકારની જિજ્ઞાસાઓ તૃપ્ત થઇ. પરંતુ પાંચમી પાછી ઉભેલી જ છે. ચાલો હવે આપણે પંચમ ભંગ પ્રતિ આગળ વધીએ.
કસોટી - ૫ સ્યાદલ્લેવ રચચિવ ઘર? .. એ સંધી આપણે છુટી પાડીએ. રચતિ + સ્તિ + અ + રચાત્ + ૩ વ : + ૨ પર્વ + ઇટ: | એનો અર્થ થયો, કથંચિત ઘડો છે જ અને કથંચિત ઘડો અવક્તવ્ય છે જ.
આ પાંચમા ભંગમાં આપણી સમક્ષ એક નવી જ અને પાંચમી દૃષ્ટિ રજુ થાય છે. ચોથા ભંગમાં આપણે સાપેક્ષ દૃષ્ટિથી “અવક્તવ્ય” એમ કહીને અટકી ગયા છીએ. એમ કહેવામાં આપણે એના અસ્તિત્વનો ઇન્કાર નથી કર્યો. જો એમ કહીએ તો પેલો “ચાત્' શબ્દ નિરર્થક બની જાય. - ચોથા ભંગ દ્વારા નિર્ણય કરતી વખતે આપણી સમક્ષ (૧) છે (૨) નથી (૩) છે અને નથી, એવા ત્રણ વિધાનો હતા એ ત્રણે ઉપરાંત, વસ્તુની એક બીજી સ્વતંત્ર ખાસિયતને આધારે, આપણે “અવક્તવ્ય એવું ચોથું સ્વતંત્ર વિધાન કર્યું હતું. આ