________________
૧૩૨
અનેઅંત અને સ્યાદ્વાદ -
અનિશ્ચિતતા કે સંદિગ્ધપણું નથી એ હવે બરાબર સમજાઇ ગયું હશે.
આ ત્રીજી કસોટી, વસ્તુનું એક ત્રીજું સ્વરૂપ સમજાવવા માટે છે. એ કથન સાપેક્ષ છે. આ વાત જેઓ બરાબર સમજી લેશે તેમને એની સમજણ અંગે કશ પણ સંભ્રમ નહિ રહે.
આમ, આ ઘડો તથા ફુલદાની ‘છે અને નથી’ એવી સમજણ મેળવીને આગળ ચાલતા પહેલાં ફરીથી એટલું યાદ રાખી લઇએ કે આ ત્રીજી નિશ્ચિત વાતમાં પ પેલો ‘સ્યાત્’ શબ્દ હોવાથી સ્વચતુષ્ટ્ય તથા પરચતુષ્ચની મર્યાદાઓ અને અપેક્ષાઓ · ક્રમશઃ સ્વસ્થાનમાં રહેલી જ છે. આ શબ્દ, પોતાની રીતે, આ તૃતિય ભંગમાં પણ અન્ય અપેક્ષાઓનું ગર્ભિત સૂચન તો કરે જ છે.
આમ છતાં, આ ત્રીજી વાતમાં કંઇ પણ સંશય કે અનિશ્ચિતતા નથી. એથી ઉલટું, વસ્તુને સમજવાની એ આપણને ‘ત્રીજી દૃષ્ટિ’ આપે છે.
આ ત્રણ નિર્ણય પછી વળી પાછી પેલી ચોથી જિજ્ઞાસા પ્રગટ થાય છે અને એ આપણને ચોથા ભંગ તરફ દોરી જાય છે.
કસોટી - ૪ : સ્વાસ્થ્ય પર્વ ધા
એની સંધી છૂટી પાડતાં તે નીચે મુજબ વંચાશે. સ્વાત્+ગવત્તવ્ય:+વ+ઘટઃ । એનો અર્થ થાય છે ઃ ‘ક્વચિત્ ઘડી અવક્તવ્ય
જ છે.
અવક્તવ્ય એટલે, ‘વાણી યા શબ્દા દ્વારા જેનું વર્ણન ન થઇ શકે, તેવો.’ આપણી સમજણશક્તિની તીવ્રતાનો ખરેખરો ઉપયોગ હવે અહીં આપણે કરવાનો છે. પહેલામાં કહ્યું કે ‘છે’ બીજામાં કહ્યું કે ‘નથી.’ ત્રીજામાં આપણે સમજ્યા કે ‘છે અને નથી.’ એ ત્રણે વાતો તો અક્કલમાં ઉતરી ગઇ, પણ, આ ‘અવક્તવ્ય’ શું ? આ ઘડાનું વર્ણન કેમ થઇ શકતું નથી ?
આ વાત સમજવી કંઇ મુશ્કેલ નથી. આપણા રોજબરોજના જીવનમાં આવી જાતનો શબ્દપ્રયોગ આપણે ઘણી વાર થતો જોઇએ જ છીએ.
દાખલા તરીકે, કોઇના ખૂબ જ ઉપકારના ભાર નીચે દબાઇ ગયેલો એક માણસ, મોઢેથી બોલીને અથવા લખીને આવો શબ્દપ્રયોગ કરે છે. ‘મારી લાગણીનું પુરેપુરૂં વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી.’ એવી જ રીતે, કોઇપણ પ્રકારની લાગણીની અતિશયતા વધી જતાં આવું કહેતાં પણ કોઇ કોઇ લોકોને આપણે સાંભળ્યા છે કે :- મારાં દિલમાં શું શું છે તેનું વર્ણન કરવા માટે હું અશક્ત છું.'
અંગ્રેજી ભાષામાં પણ આવી મતલબની શબ્દરચના આપણને જોવા મળે છે : I have no words to express - I am unable to express my gratitude.'