________________
આ સપ્તભંગી બલિદાન આપ્યા છે. “જીભ સાથે આ ઝેરનો સંપર્ક થતાં તાત્કાલિક મૃત્યુ છે એ વાત જાણવા છતાં, એનો સ્વાદ કેવો છે એ જાણીને જગતને જણાવવા માટે કેટલાયે વૈજ્ઞાનિકોએ નિષ્ફળ પુરૂષાર્થ કરીને પ્રાણ ગુમાવ્યા છે. જમણા હાથમાં પેન્સીલ પકડીને એક કાગળ ઉપર લખી રાખેલા પોટેશિયમ સાઇનાડનો સ્વાદ...... છે.” એવા વાક્યોની ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવામાં રહેલા જોખમને સમજવા છતાં, એ ઝેરને જીભ ઉપર મૂકનારા અને પ્રાણનું બલિદાન આપનારા વૈજ્ઞાનિકોની જિજ્ઞાસાવૃત્તિ કેટલી બધી ઉગ્ર, તીવ્ર અને મહાન હશે તેની કલ્પના કોઇ પણ કરી
શકશે.
ખાટો, ખારો, તુરો, મીઠો, તીખ્ખો ઇત્યાદિ સ્વાદમાંનો કોઇ એક સ્વાદ એ પદાર્થનો હોવો જોઈએ. એમાંનો એક શબ્દ કાગળ ઉપર ટપકાવી લેતાં એકાદ સેકન્ડ પણ ભાગ્યે જ લાગે. પરંતુ, આ ઝેર એવું કાતિલ છે, કે એવો એક શબ્દ લખવાની તક પણ તે કોઇને આપતું નથી એ માટેનો કોઇનો પ્રયત્ન હજુ સુધી સફળ થયો નથી. જેમણે એવા પ્રયત્ન કર્યા તે બધા તત્કાળ મૃત્યુ પામ્યા છે અને એ ઝેરના સ્વાદને લગતો કોયડો હજુ પણ અણઉકેલ રહ્યો છે.
પોટેશિયમ સાઇનાઇડમાં કંઈ “સ્વાદ છે કે નહિ એ પ્રશ્નનો સપ્તભંગીના ઉપયોગ દ્વારા આપણે વિચાર કરીએ તો એના સાતે સાત પદમાં એનો જવાબ મળશે. એ એક સ્વાદવાળો પદાર્થ છે એ વાત ઉપર તો બધા જ વૈજ્ઞાનિકો એક મત છે. પરંતુ એનો સ્વાદ કેવો છે એનો ઉત્તર હજુ સુધી મળી શક્યો નથી, એટલે એ . “સ્વાદ માટે પણ જીવન - અનાશક સ્વાદ નથી' એમ નિશ્ચિતપણે કહી શકીશું.
પણ આમાં છે,” “નથી,” “છે અને નથી” વિગેરે બધા પદો વાપરી શકાશે. - આ ઝેરના સ્વાદને જાણવાની અને જગતને જણાવવાની એક તીવ્ર જિજ્ઞાસા હજુ આજે પણ વૈજ્ઞાનિક જગતમાં જીવંત પડી છે. એને માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારાઓના આત્મામાં રહેલી વિશ્વકલ્યાણક ભાવનાને વંદન કરવાનું મન સર્વ કોઈને થઈ જાય એવી એ એક મહાનું અને ઉદાત્ત ભાવના છે. આનો વિચાર કરતાં એક પ્રશ્ન મનમાં ઉઠે છે કે “આત્માના મૂળ સ્વરૂપનો-આત્મજ્ઞાનનો- જે સ્વાદ છે તે જાણવાની એવી જ તીવ્ર જિજ્ઞાસા અને એ માટે સર્વસ્વનું બલિદાન આપવાની ભાવના આ વિશ્વમાં કેમ પ્રગટતી નથી ? એને માટે પ્રબળ પુરૂષાર્થ કરવાની ઝંખના કેમ જાગતી નથી? જેમને જાગી અને જેમણે જેમણે પરમ પુરૂષાર્થ કર્યો તેઓ તો તરી ગયા અને તેમનામાંના તીર્થકર ભગવંતો જગતના સર્વશ્રેષ્ઠ ઉપકારક બની ગયા. - પેલા ઝેરનો સ્વાદ જાણવાની વાત તો કેવળ વિજ્ઞાનને અને વિજ્ઞાન દ્વારા વિશ્વને એક ગૂઢ રહસ્યની જાણ કરાવવા પુરતી મર્યાદિત વાત છે, જ્યારે આત્માના