________________
મેં સપ્તભંગી
૧૨૯
નામ અમર બની જશે. આપણી તો ખાત્રી જ છે કે એ માટે ફાંફાં મારવાં નિરર્થક નીવડશે. આ સાત પ્રકારના સંશયો અને સાત પ્રકારની જિજ્ઞાસા જૈન તત્ત્વવેત્તાઓએ બતાવી છે, માટે જ સાત છે, એવું નથી. હકીકતમાં આઠમો પ્રકાર કોઇ બતાવી શક્યું જ નથી. એટલે આ સાત જ છે, એ વાતનો સ્વીકાર કરીને આપણે આગળ ચાલીએ.
કોઇ કાર્ય માટે, કોઇ ધંધાદારી પેઢી કોઇ ‘સહાયક’ (Assistant)ની નિમણુંક કરે છે, ત્યારે એને નિમણુંકપત્ર આપતાં પહેલાં એની કસોટી કરે જ છે. જે કામ માટે તેને નિમવાનો હોય તે અંગે એનું જ્ઞાન અને અનુભવ એ પ્રથમ કસોટી છે. પછી એ માણસ મહેનતું છે કે નહિ, પ્રમાણિક છે કે નહિ, વિશ્વાસપાત્ર છે કે નહિ, તંદુરસ્ત છે કે નહિ, સારા કુટુંબમાંથી આવેલો છે કે નહિ, એના માટેની ભલામણ (References) બરાબર છે કે નહિ, વાણી અને લેખનશૈલી સારા છે કે નહિ અને છેલ્લે એ બીજા ઉપર પ્રભાવ પાડી શકે તેવો છે કે નહિ, તે વિગેરે બધી બાબતોને પૂરી રીતે ચકાસી જોયા પછી જ એની નિમણુંક કરવામાં આવે છે. આ ઉપરાંત પણ તે માણસ સ્વભાવથી ઝઘડાખોર છે કે શાંત, મધુર અને સમાધાનપ્રિય છે તે બાબતનો પણ વિચાર કરવામાં આવે છે. આવી નિમણુંક કર્યા પછી પણ તેને કાયમી સ્થાન આપતાં પહેલાં, ત્રણ કે છ મહિનાનો પ્રયોગાત્મક સમય-Probation Periodઆપવામાં આવે છે. મામા-માસીના કે કાકા-ફોઇના હોય તો તેમની વાત જુદી છે.
આ રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ અને વસ્તુઓની કસોટી કરવી એ એક સનાતન વ્યવહારિક સિદ્ધાંત છે. જૈન દાર્શનિકોએ તૈયાર કરેલી આ સપ્તભંગી, એ આવી જ એક પદ્ધતિ-Formula-છે. (Group of formulas.)
આ વાત કસોટી પર ચડાવ્યા પછી જે નિર્ણય-Solution-Conclusionતૈયાર થાય છે, એના પૂર્ણ અને વિશ્વાસપાત્ર-Complete & Reliable-હોવા વિશે કશી શંકા યા સંદેહ માટે સ્થાન રહેતું નથી. આ પદ્ધતિથી નિર્ણય કર્યા પછી, માણસના મન ઉપર કશો ભાર રહતો નથી. કોઇપણ જાતની ફિકર કે ચિંતા કર્યા વિના તે નિરાંતે ઉંઘ લઇ શકે છે.
વળી આ ફોર્મ્યુલાની વિશિષ્ટતા એ છે, કે તે સંપૂર્ણ રીતે બુદ્ધિગમ્યCompletely rational- છે. ન સમજી શકાય એવું ગૂઢ, ગહન કે અગમ્ય એમાં કશું નથી.
ચાલો ત્યારે, હવે એ સાત ભંગ ઉર્ફે કસોટીસિદ્ધ નિર્ણયયંત્રોને આપણે તપાસીએ, કસોટી પર ઘસવા માટે સુવર્ણથી યુક્ત એવી કોઇ ચીજની જરૂર તો પડે છે. આપણને પણ અહિં તે માટે કોઇ ચીજ કે વસ્તુની જરૂર પડશે.