________________
દિg૧૨CHESE અનેકાંત અને સ્યાદ્વાદ આ
સપ્તભંગી
આ સપ્તભંગીમાંના જે સાત ભંગ વિષે આપણે હવે સમજણ મેળવવાના છીએ, તેને આપણે એક જ વસ્તુને સાત જુદી જુદી રીતે તપાસનાર કસોટી-Test-તરીકે ઓળખીશું. સુવર્ણને તપાસવા માટે એવી કસોટી કરનાર એક પત્થર હોય છે. સુવર્ણકાર એને “કસોટી' નામથી ઓળખે છે. વસ્તુને ઓળખવા, તપાસવા, અને સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ “સપ્તભંગી“ નામના સાત ‘કસોટીસિદ્ધ નિર્ણયયંત્રો’ તૈયાર કર્યા છે.-Seven Formulas for Testing-નિર્ણય કરવા માટેની સાત વિધિ.
કશું પણ જાણવા માટે માણસને પ્રથમ જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસાનું બીજ છે સંશય. સંશય સાત પ્રકારના હોય છે, એટલે જિજ્ઞાસાના પ્રકાર પણ સાત: સંશય એટલે એક પ્રકારનો પ્રશ્ન અને જિજ્ઞાસા એટલે એનો ઉત્તર મેળવવાની પ્રક્રિયા. સંશય હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. '
આપણું ઘર બંધ કરીને, તાળું મારીને, સપરિવાર યાત્રા કરવા માટે આપણે પરગામ ગયા છીએ. ત્યાં સમાચાર મળે કે આપણા ગામમાં ચોરીનો ઉપદ્રવ શરૂ થયો છે. એ ખબર મળતાં જ આપણે અસ્વસ્થતા અનુભવીશું અને આપણા મનમાં આપણા ઘરની સલામતી વિષે સંશય ઉભો થશે. આ સંશય ઉભો થશે. આ સંશયના સાત પ્રકાર આપણે તપાસીએ :
(૧) મારા ઘરમાં શું ચોરી થઇ છે? (૨) ચોરી નથી થઈ ? (૩) ચોરી થઇ હશે કે નહિ થઇ હોય? (૪) શું કહી શકાય? (૫) થઈ હશે, પણ શું કહી શકાય? (૬) નથી થઈ, પણ શું કહી શકાય? (૭) થઈ છે, નથી થઇ, પણ શું કહી શકાય ? જૈન દાર્શનિકો આ સાત જિજ્ઞાસા માટે ઘડાનું દૃષ્ટાંત લઈને પ્રશ્નો પૂછે છે :
૧. શું ઘડો છે? ૨. શું ઘડો નથી? ૩. શું ઘડો છે અને નથી ? ૪. શું ઘડો . અવાચ્ય છે? ૫. શું ઘડો છે અને અવાચ્ય છે? ૬. શું ઘડો નથી અને અવાચ્ય છે? ૭. શું ઘડો છે, નથી અને અવાચ્ય છે?
આ સાત સિવાય આઠમો પ્રશ્ન કદી કોઇને ઉદ્ભવ્યો જ નથી. તમે પ્રયત્ન કરી જોજો. આઠમો પ્રશ્ન જો શોધી કાઢશો તો એક મોટી શોધ કરનાર તરીકે તમારું