________________
૧૨૪
અનેકાંત અને સ્યાદ્વાદમાતા એમની કોઇ પણ વાતમાં, ક્યાંય પણ, અનિશ્ચિતતા નથી. એથી ઉલટું, નિશ્ચિતતા જ સ્પષ્ટપણે રહેલી છે.
‘જ અને “પણ” એ બે શબ્દો આપણી ભાષામાં અનિયંત્રિતપણે વપરાય છે.' એ બંને શબ્દો ચોક્કસ અર્થ ધરાવે છે. સપ્તભંગીમાં સ્થાતિ ની સાથે પૂર્વ (એવ) શબ્દ છે, તે એક નિશ્ચિતતા બતાવે છે, “એવ” એટલે “જ” આ “જ' શબ્દ જ્યાં પણ વપરાય છે ત્યાં તે નિશ્ચિતતા અને ભારપૂર્વકતા દર્શાવવા જ વપરાય છે.
“ચાતુ+અસ્તિ+એવ’ મળીને બનતા એક વાક્યમાં, “એક બાબત છે જે એવી નિશ્ચિતતા જ બતાવવામાં આવે છે. એ સાથે જ, ‘એ સિવાય બીજું “પણ” કંઇક છે. બીજી બાજુ ‘પણ' છે, એ વાતનો પણ, એમાંના “ચાત્' શબ્દથી ચોક્કસ અને નિશ્ચિત ઉલ્લેખ થાય છે. આ “જ” અને “પણ” શબ્દો કોઈ અચોક્કસતા, કોઇ સંભવ, કોઈ સંદેહ કે અનિશ્ચિતતા બતાવતા નથી. એ શબ્દો, “કોઈ એક અને બીજા પ્રકારની નિશ્ચિતતા દર્શાવે છે. આ વાત જો બરાબર સમજવામાં આવશે, તો. પછી, સમભંગી અંગેની સમજણમાં કશો ગોટાળો કે સંભ્રમ નહિ રહે.
સપ્તભંગીમાં જ્યારે અપેક્ષાની વાત આવે છે, ત્યારે તે પણ, એક નિશ્ચિત સ્થિતિ છે. અધુરા કે અનિશ્ચિત અર્થમાં નહિ પણ પૂર્ણ અને નિશ્ચિત અર્થમાં જ છે
અપેક્ષા' શબ્દ વપરાયો છે. ‘ટોપી છે અને ‘ટોપી નથી એમાં બે પરસ્પર વિરોધી વિધાનોમાં આ અપેક્ષાભાવ રહેલો જ છે. જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી વાત ભલે કરવામાં આવે, એ બધી વાતો “અસંદિગ્ધ અને નિશ્ચિત છે. નાનું બાળક મોટું થયું, હવે નાનપણની ટોપી હયાત હોવા છતાં એ ટોપી તરીકે કામ નહિ લાગતી હોવાથી ટોપી નથી એ પણ સાચું જ છે.
- એવી જ રીતે, “સ્વ” અને “પર” શબ્દો પણ અનિશ્ચિતતાના સૂચક નથી; નિશ્ચિતતાના સૂચક છે. દાખલા તરીકે, ઘરમાં આપણે શાક સુધારવા માટેનું એક ચપ્પ અથવા છરી જયારે શોધીએ છીએ ત્યારે, “ચપ્પ છે” અથવા “ચપ્પ નથી' એવા જે પરસ્પર વિરોધી જવાબો આપણને મળે છે, તે બંને નિશ્ચિત જવાબો છે. ચપ્પ જયારે છે, ત્યારે તે ય ચોક્કસ જવાબ છે અને ચપ્પ જ્યારે નથી, ત્યારે તે પણ ચોક્કસ જવાબ છે. - હવે, “ચપ્પ નથી એવો જવાબ જયારે મળ્યો ત્યારે એક ચપ્પ તો ધરમાં હતું. એ ચપ્પ બાળકોને રમવા માટેનું અને બુઢ્યું હતું. એટલે તે વિવક્ષિત ઉપયોગી ચપ્પ નથી. એટલે, “ચપ્પ નથી' એમ જયારે કહેવામાં આવે ત્યારે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. “ચપ્પ સિવાયની બીજી ઘણી ચીજો ઘરમાં હોવા છતાં, “સ્વ-દ્રવ્ય” રૂપી ચપ્પ ત્યાં નથી. બીજાના ઘરમાં