________________
૧૨૨
અનેવંત અને સ્યાદ્વાદ, દમ, એ ત્રણે સ્થિતિને સાપેક્ષ માનીને ચાલીએ, એમાં અપેક્ષાભાવનું આરોપણ આપણે કરીએ, તો જ તેમાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થશે. જેમાં અન્યની કે બીજા સાથેનો સંબંધ ન હોય, એવું કશુંય આ જગતમાં નથી. એક જ દ્રવ્યને એની જુદી જુદી અવસ્થાઓ સાથે સંબંધ હોય છે. તેવી જ રીતે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે પણ સંબંધ હોય છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યના અણુએ અણુમાં જીવદ્રવ્ય-આત્મદ્રવ્યવ્યાપીને રહેલું છે તે તો પ્રત્યક્ષ વાત છે. આ બધા સંબંધો પણ જુદી જુદી જાતની અપેક્ષાઓને વશવર્તી હોય છે. આ સાપેક્ષતા એ જગતનો એક ત્રિકાલાબાધિત. નિયમ છે.
ઉત્પત્તિને બદલે “ઉત્પાદુ શબ્દ જૈન તત્ત્વજ્ઞાનીઓએ વાપર્યો છે. આ શબ્દ પણ અપેક્ષાયુક્ત Relative છે. ઉત્પાદનો અર્થ ઉત્પન્ન થવું એવો થાય છે, છતાં ઉત્પત્તિ અને ઉત્પાદનમાં ફરક છે. ઉત્પત્તિમાં, એની પૂર્વે બીજું કશું કલ્પવામાં આવ્યું નથી; જ્યારે ઉત્પાદમાં, એની પૂર્વે બીજું કશુંક હતું એ સ્પષ્ટ અર્થ છે.
એવી જ રીતે, “લય’ શબ્દમાં, ‘તેના પછી કશું રહેતું નથી એવો ભાવ આવે છે. જ્યારે “વ્યય’ શબ્દમાં ‘એક અવસ્થાનો નાશ થતાં બીજી અવસ્થાનું આવિષ્કરણ સૂચવનારો અને એ રીતે અવસ્થાતર પ્રાપ્ત થવા છતાં, તેના આધારભૂત એવા મૂળ દ્રવ્યના ટકી રહેવાપણું દર્શાવતો સ્પષ્ટ ભાવ અને અર્થ છે.
મનુષ્ય શરીરનો, અગ્નિ સંસ્કાર દ્વારા જયારે લય અથવા નાશ થાય છે, ત્યારે જીવંત શરીરમાં ચૈતન્યરૂપી જે આત્મા હતો તે અને તેના ગયા પછી બાકી રહેલા પુદ્ગલો એ બંને, કોઈ ને કોઈ બીજા સ્વરૂપે કાયમ રહે જ છે, એટલે આ
વ્યય’ શબ્દમાં, સંપૂર્ણ નાશ નથી, પણ આધારભૂત દ્રવ્યનાં ટકાવનો ભાવ રહેલો છે. આની પાછળ પણ સાપેક્ષતા, અપેક્ષાભાવ, Relativity નો જ સિદ્ધાંત કામ કરે છે.
પ્રથમ ત્રિપદીમાં સ્થિતિ' એવો શબ્દ વપરાયો છે. તેના અર્થમાં અને જૈન તત્ત્વજ્ઞાનીઓએ વાપરેલી ત્રિપદીમાં ધ્રૌવ્ય’ શબ્દના અર્થમાં પણ ઘણો ફરક છે. ‘સ્થિતિ' શબ્દનો વ્યવહારમાં કરવામાં આવતો અર્થ, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રહેવું” એવો થાય છે. પરંતુ જગતની માનવામાં આવતી ઉત્પત્તિ પછીની અને માની લીધેલા લય પહેલાં જે સ્થિતિ છે, વચગાળાની જે સ્થિતિ છે, તેનો અર્થ ‘વહેતી સ્થિતિ એવો થાય છે, આ શબ્દનો કોઈ વસ્તુ અંગે જયારે ઉલ્લેખ કરીએ, ત્યારે પણ, એનો “વહેતી સ્થિતિ એવો જ અર્થ થવો જોઇએ.
હવે, આપણે જાણીએ તો છીએ જ કે પ્રત્યેક વસ્તુની અવસ્થા એ નિરંતર પલટાતી જ રહે છે. પરિવર્તનશીલતાની ઘટમાળ ચાલ્યા જ કરે છે એક સ્વરૂપ