________________
૧૨૮
ના અનેકાંત અને સ્વાદ્વાદ પણ જૈન તત્વવેત્તાઓએ આ માટે, “ઘટ' એટલે “ઘડો’ ઉપયોગમાં લીધો છે. આપણે પણ એનાથી જ શરૂઆત કરીએ. અહીં પેલા “સાતું” અને “એવ’ શબ્દોનું પૂર્ણ મહત્ત્વ હોઇ, એ બંને શબ્દોને પણ આપણે સાથે લઈને જ ચાલીશું.
કસોટી ૧ : દ્રિવ ઘટા આ વાક્યને બરાબર સમજવા માટે એની સંધી આપણે છૂટી પાડીએ. ચા+ગતિ+F+પર એનો અર્થ થયો “કથંચિત્ ઘડો જ છે.''
અહિં આપણે “સાત” શબ્દ વાપર્યો છે. એનો અર્થ તો પાછળના પાનાઓમાં આપણે સમજ્યા છીએ. ‘અમુક અપેક્ષાએ ઘડો છે જ,' એમ આ વાક્ય આપણને કહી જાય છે. સાથે સાથે, બીજી કોઈ અપેક્ષાઓનું ગર્ભિત સૂચન પણ એ કરે છે.
અગાઉ જે ચાર આધારની ચર્ચા આપણે કરી ગયા છીએ તે ચાર આધારમાં સ્વ” શબ્દ ઉમેરીને, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી આ ઘડો છે, એમ નક્કી કરવામાં આપણને કશી મુશ્કેલી નડતી નંથી: ‘આ ઘડો છે જ એ. એક નિશ્ચિત વાત થઈ ગઈ. હવે પેલી ચાર અપેક્ષાઓ આ ઘડાને શી રીતે લાગુ પડી તે પણ આપણે સમજી લઇએ.
૧. દ્રવ્યની અપેક્ષાથી ઘડો માટીનો છે. માટી એ ઘડાનું પોતાનું સ્વ-દ્રવ્ય છે. ૨. ક્ષેત્રની અપેક્ષાથી ઘડો બહારના ખંડમાં પડેલો છે. આ એનું સ્વ-સ્થળ થયું. ૩. કાળની અપેક્ષાથી ઘડો કારતક માસમાં છે. આ એનો સ્વ-કાળ થયો. ૪. ભાવની અપેક્ષાથી ઘડો કાળા રંગનો છે. આ એનો સ્વભાવ થયો.
આ ઘડાની સાથે સાથે એક ફલદાની (Flower Vase) પણ આપણે લઇએ. આ ફુલદાની પિત્તળની ધાતુમાંથી બનાવેલી છે. તેમાં જ્યારે કુલ મૂકીને એને ટેબલ ઉપર ગોઠવીએ ત્યારે તે ફુલદાની બની જાય છે. ફુલ કાઢી લઈને એમાં આપણે મગ ભરીએ તો એક સામાન્ય વાસણ બની જાય છે. હવે આપણે એને અપેક્ષા ચતુષ્ટયથી તપાસીએ.
૧. ફુલદાનીનું સ્વ-દ્રવ્ય “પિત્તળની ધાતુ છે. ૨. ફુલદાનીનું સ્વ-ક્ષેત્ર દિવાનખાનું છે. ૩. ફુલદાનીનો સ્વ-કાળ તે એમાં જેટલો સમય ફુલ રહે તે સમય છે. ૪. કુલદાનીનો સ્વ-ભાવ દિવાનખાનાની શોભામાં વૃદ્ધિ કરવાનો છે.
ઉપર જણાવી એ બધી અપેક્ષાઓને એ પરિપૂર્ણ કરે છે, માટે આપણે એને ફુલદાની' એમ કહીએ છીએ. આમ પેલા ઘડાના અને આ ફુલદાનીનાં સંબંધમાં આ પ્રથમ ભંગ દ્વારા, એ ચારે અપેક્ષાઓને આધીન નિર્ણય થયો કે તે “છે જ.'
આ નિર્ણય કરવામાં પેલા “સ્યાત” શબ્દના ઉપયોગથી એ ઘડામાં તથા