________________
- સાત નય
૧૧૫ ભૌતિક દષ્ટિથી જેને સુખદુઃખ માનવામાં આવે છે તે વાસ્તવિક સુખદુઃખ નથી. જે પ્રાપ્ત કર્યા પછી દુઃખ પ્રાપ્ત થવાનો પ્રસંગ કદી આવે જ નહિ, એ જ સાચું સુખ છે. જે સુખ અંતભાગે પાછું દુઃખનું કારણ બનવાનું હોય, તેને સાચું સુખ માની શકાય જ નહિ. એટલે,ભૌતિક દૃષ્ટિએ આ જગતમાં જેને સુખ અથવા દુઃખ માનવામાં આવે છે, તે અંગેની આપણી સમજણને આપણે આધ્યાત્મિક સ્વરૂપ જ્યાં સુધી નહિ આપીએ, ત્યાં સુધી ભૌતિક દૃષ્ટિથી પણ સાચા સુખના ભોક્તા આપણે બની શકવાના નથી. આ એક નિશ્ચિત વાત છે. નિશ્ચિય અને વ્યવહારની જે વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવી છે, તે સાચા અને અનંત સુખને અનુલક્ષીને જ બતાવી છે.
આમ છતાં, રોજબરોજના જીવન વ્યવહારમાં પણ, એ બંને દૃષ્ટિ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ વાત પણ આપણે સમજી લઈએ.
આપણે કાપડની એક દુકાન ખોલવી છે. દુકાનનું સ્થાન-સ્થળ-વિગેરે નક્કી કર્યા પછી, માલની ખરીદી કરવા આપણે નીકળીએ, ત્યારે ક્યાં જઇશું? કાપડ માર્કેટમાં કે લોખંડ બજારમાં? નિશ્ચય કાપડનો ધંધો કરવાનો કરીને, આપણે ખીલાના કોથળા જો ખરીદી લાવીએ તો શું થાય? અહીં સાધ્યથી વિચલિત થાય, તો વ્યાપારમાં ધબડકો જ વળે, કે બીજું કંઈ ?
જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાંપણ આપણે આપણું એક ધ્યેય નિશ્ચિત કરવું પડે છે. એ ધ્યેયને નક્કી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય એવું ધ્યેયને અનુરૂપ વર્તન આપણે કરવું પડે છે.એંજીનિયર થવાનું ધ્યેય નક્કી કરીને એક વિદ્યાર્થી, એક એંજીનિયરીંગ કોલેજમાં જગ્યા ન મળે, ત્યારે, બીજી એંજીનિયરીંગ કોલેજમાં જગ્યા મેળવવાની પ્રવૃત્તિ કરવાને બદલે - નાટ્યકળા શીખવાની કોલેજમાં સહજ જગ્યા મળતી હોવાથી, જો ત્યાં જાય, તો શું
થાય?
ઘર સંસારના કાર્યમાં પણ આવા ઘણા પ્રસંગો ઉભા થાય છે. આવકમાંથી બચત કરીને પોતાની માલિકીનું મકાન બાંધવાનું હોય, ત્યારે એ ધ્યેયની સિદ્ધિ માટે, પોતાની આવકમાંથી માણસે બચત કરવા લાગે છે. એ રીતે બચત કરવા દ્વારા થોડીક રકમ ભેગી કર્યા પછી, એની નજર રેડીઓ, રેફ્રીજરેટર, મોટર ઇત્યાદિ વસ્તુઓ તરફ જાય, અથવા અન્ય ફાલતું મોજશોખમાં એ પડી જાય, તો પછી, મકાન તો તે બંધાવી રહ્યો! - પુત્ર માટે એક સુયોગ્ય કન્યા લાવવાની હોય, ત્યારે આપણા ઘરને અનુરૂપ અમુક અમુક ગુણોથી યુક્ત એવી કન્યા એ આપણું ધ્યેય હોવું જોઇએ. એને બદલે ધનવાનની પુત્રી અથવા રૂપવતી, એવી કોઈ એક બાબતને જ લક્ષ્યમાં લઈને જો