________________
- સાત નય દુર્નય ઉપર કે નયાભાસ ઉપર ઉતરી ના જઈએ.” - કોઇપણ પ્રશ્ન, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સમસ્યા પરત્વને, વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રસંગ ઉભો થાય, ત્યારે એટલું અવશ્ય યાદ રાખવું, કે પહેલી નજરે દેખાય કે જણાય તેવું જ હોતું નથી. એ દરેકને ઘણી બાજુઓ હોય છે. એ બધી જુદી જુદી બાજુઓને ધ્યાનમાં લેવાથી જ વસ્તુના ચોક્કસ સ્વરૂપને પામી શકાય છે. એ રીતે વિચાર કરવાથી જ કોઇપણ પ્રશ્નને ન્યાય આપી શકાય છે. જુદી જુદી દષ્ટિથી પ્રત્યેક બાબતને જોવાની ટેવ પાડવાથી, આપણને ઘણું નવું નવું અને કલ્યાણપ્રદ જાણવા મળે છે. આ વાતને બરાબર યાદ રાખવી.
કોઈ કદાચ એવો પ્રશ્ન ઉઠાવશે, કે ‘ઝડપથી નિર્ણય કરવો પડે એવી ઘણી બાબતોજીવનમાં ઉભી થાય છે. વળી આપણે આજે ‘ઝડપના જમાનામાં' (SpeedEra માં) જીવીએ છીએ. તે વખતે, આવા બધા સ્થૂળ કે સૂક્ષ્મ વિચારો કરવા બેસીએ, તો ‘ગાડી ઉપડી જાય.” આવા પ્રસંગોમાં શું કરવું?
આનો જવાબ એ છે, કે નય દૃષ્ટિથી અને સ્વાવાદની પદ્ધતિથી વિચાર કરવાની આપણે ટેવો પાડીશું, તો જરૂર પડ્યે ઝડપથી નિર્ણય કરવામાં આપણને . કશી મુશ્કેલી નહિ પડે. અંકગણિતમાં બતાવેલા આંક એક વાર આપણે ગોખી લઈએ, પછી, “અઢાર પંચ નેવું' એવો હિસાબ ગણવા માટે પાંચ વખત અઢાર લખીને એનો સરવાળો કરવા બેસવાની કે કાગળ-પેનસીલની આપણને જરૂર પડતી નથી. એ જ પ્રમાણે, આ નયષ્ટિ અને સ્ટાદ્વાદ-પદ્ધતિ એક વાર આપણા કોઠે પડી ગઈ, તે પછી ઝડપથી નિર્ણયો કરવામાં કશી મુશીબત આપણને નહિ પડે. કોઇ કઇ પ્રસંગે, ઉતાવળે નિર્ણય કરીને ગાડીને પકડી પાડવા કરતાં તે ગાડીને ઉપડી જવા દેવાનું વધારે હિતાવહ પુરવાર થાય છે.
આમ છતાં, આવા પ્રસંગોમાં, આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય ' કરવાની છૂટ તો આમાં અંતર્ગત છે જ, આવી રીતે અણધારી ઝડપથી કોઈ નિર્ણય
આપણે લેવો પડ્યો હોય, તો તે પછી પણ, નયદષ્ટિથી અને સ્વાવાદ પદ્ધતિથી વિચાર કરવાનું આપણે માંડી ન વાળવું; વિચાર તો કરવો જ.
નિર્ણય લઈ લીધા પછી પણ, એ નિર્ણયની સારાસારતાનો વિચાર કરવાની ટેવ આપણે રાખીએ, તો, તેથી આપણને ફાયદો જ થશે, લીધેલો નિર્ણય કોઈવાર ભૂલ ભરેલો જણાય, તો તેમાંથી ઝડપભેર પાછા ફરી જવાનું, શરૂઆતના તબક્કામાં, ઘણું સુગમ બને છે. જો વિચાર ન કરીએ, તો ભૂલ આપણને સમજાતી નથી અને પછી જ્યારે તે સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી, તેમાં પાછા ફરવાનું અને એનાં પરિણામોમાંથી બચી જવાનું મુશ્કેલ બની જાય છે. એટલે, નિર્ણય લેતાં