________________
૧૧૩
નિશ્ચય દૃષ્ટિ અને વ્યવહાર દૃષ્ટિ એ બે વચ્ચેનો સંપર્ક સતત જળવાઇ રહે, તો આવું, ઉપર જણાવ્યું તેવું, કર્મબંધક પરિણામ ન આવે. નિશ્ચયને આપણે ‘સાધ્ય’ અને વ્યવહારને ‘સાધન' તરીકે ઓળખ્યા છે. આમાંથી એટલું તો ફલિત થાય જ છે કે, જે ‘સાધન’ આપણને ‘સાધ્ય’ તરફ દોરી ન જાય, તે સાધન એટલે તેવો વ્યવહાર, નક્કામો અને નિરર્થક છે. આ સાધન પણ, સાધ્ય તરફ દોરી જનારૂં ત્યાં સુધી જ રહેશે, જ્યાં સુધી સાધ્ય ઉપર આપણું લક્ષ્ય ચોંટેલું રહેશે. સાધ્ય ઉપરથી એટલે ‘નિશ્ચય’ ઉપરથી આપણી નજર જો રહી ગઇ, તો આપણા સાધનોમાં વિકૃતિ આવ્યા વગર રહે જ નહિ.
સાત નય
નિશ્ચય દૃષ્ટિનો આ વિષય એક વિરાટ સમજણ માગી લે છે. જૈન દાર્શનિકો દ્વારા એની અદ્ભુત છણાવટ કરવામાં આવી છે. એ વાતને પૂર્ણપણે જો સમજાવવામાં આવે, તો વ્યવહાર માર્ગ પણ આપમેળે જ નિશ્ચિત થઇ જાય. એ રીતે નિશ્ચિત થએલો વ્યવહાર માર્ગ, નિઃશંક ઉત્કર્ષ માર્ગ બની જાય.
ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષેના પ્રકરણમાં આપણે જોયું છે કે તત્ત્વજ્ઞાન આપણને સુવિચાર આપે છે અને ધર્મ આપણને આચરણ શીખવે છે. આ સુવિચાર જે છે તે જ ‘નિશ્ચય દૃષ્ટિ’ છે અને સદાચરણ તે ‘વ્યવહાર દૃષ્ટિ' છે. સારો વિચાર અને સારો આચાર, એ બંને પરસ્પર સંકળાયેલા અને એક સરખા મહત્ત્વવાળા છે તે આપણે સમજ્યા છીએ.
પણ
એવી જ રીતે, નિશ્ચય અને વ્યવહાર પણ પરસ્પર સંકળાયેલા છે. નિશ્ચયને છોડીને સર્વ્યવહાર થઇ શકતો નથી અને સર્વ્યવહારને છોડીને નિશ્ચયને વળગી .રહી શકાતું નથી. અધ્યાત્મશાસ્ત્ર આપણને આપણું અંતિમ ધ્યેય બતાવે છે. એ અંતિમ ધ્યેય ઉપર આપણી નજરને સ્થિરપણે ટકાવી રાખીને, ત્યાં પહોંચવા માટે આપણે જે વર્તન-આચરણ કરીએ, તે જ સાચી વ્યવહાર દૃષ્ટિ છે.
નિશ્ચય દૃષ્ટિ શું, એ વાત તો હવે આપણે બરાબર સમજી ગયા. હવે આ વ્યવહાર વિષે થોડોક વિચાર આવશ્યક છે. કેમકે, નિશ્ચયને સમજીને ધારણ કરવો એ એક વાત છે, જ્યારે વ્યવહારને વળગી રહેવું એ બીજી વાત છે. એક વસ્તુને માની લેવામાં કશી મુશ્કેલી નડતી નથી. એ માન્યતા અનુસારનું વર્તન રાખવામાં ખરી મુશ્કેલી નડે છે.
આ જગતમાં આપણે ઘણા એવા માણસો જોઇએ છીએ, જેઓ શુભ આશયવાળા હોવા છતાં, શુભ વર્તન કરી શકતા નથી. કારણો તો અનેકવિધ હોય છે. જૈન દાર્શનિકોએ સ્યાદ્વાદ-અનેકાંતવાદની જે તત્ત્વરચના કરી છે, તેમાં આ બાબતનો પણ બરાબર ખ્યાલ રાખ્યો છે. આ નિશ્ચય અને વ્યવહારની બાબતમાં