________________
૯૦
અનેકાંત અને સ્યાદ્વાદ પણ દૂરથી શરણાઈ અગર બેન્ડવાજાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે કશોક ઉત્સવ હોવાનું આપણે ધારી લઈએ છીએ. આ બધું અનુમાન પ્રમાણ ગણાય છે. દૂરની કોઈ પણ વસ્તુ યા બાબત વિષે નિર્ણય કરવામાં આ “અનુમાન પ્રમાણ’ આપણને સહાયભૂત થાય છે. આ “દૂર’ ના બે પ્રકાર છે. એક‘કાળથી દૂર' એટલે ભૂતકાળ અથવા ભવિષ્ય કાળ સાથે સંબંધ ધરાવતું અને બીજું ક્ષેત્રથી દૂર’ એટલે આપણા રહેવાના સ્થળથી દૂર.
આ જ રીતે, સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન પણ અનુમાન પ્રમાણથી થઈ શકે છે.
ઉપમાન પ્રમાણઃ સાદેશ્યના જ્ઞાન વડે થતું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ” ગણાય છે. દાખલા તરીકે, આપણે ત્યાં એક મહેમાન આવે છે. આપણા આંગણામાં એક ગાય બાંધેલી તે જુએ છે. ગાયને જોઈને તે ભાઈ આપણને એમ કહે છે કે તેમના પ્રદેશમાં બરાબર ગાયના જેવું જ એક પ્રાણી થાય છે અને તે રોઝ નામથી ઓળખાય છે. પછી આપણે ક્યારેક તે ભાઈના પ્રદેશમાં જવાનું બને છે અને ત્યાં એક એવું પ્રાણી જોઇએ છીએ કે જે ગાય નથી પણ ગાયના જેવું જ છે. પેલા ભાઇની કહેલી વાત તે વખતે આપણને યાદ આવે છે કે “ગાયના જેવું રોઝ હોય છે. આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે “આ પ્રાણી રોઝ છે.” આ ઉપમાન પ્રમાણ થયું.
આગમ પ્રમાણ : આH (એટલે જેમનામાં શ્રદ્ધા રાખી શકાય તેવા શ્રદ્ધેય અને પ્રામાણિક) પુરૂષોના વચન, કથન કે લેખનથી જે બોધ (જ્ઞાન) આપણને થાય છે તે આગમ પ્રમાણ કહેવાય છે. સામાન્ય રીતે શબ્દોના આધારે જે જ્ઞાન થાય છે એને શ્રુત પ્રમાણ કહે છે; આગમને શ્રુતનો એક અંશ ગણવામાં આવ્યું છે.
આ આગમ પ્રમાણમાં આપણે શ્રદ્ધાનો ઉપયોગ પણ કરવો પડે છે. શાસ્ત્રોમાં જે જે બાબતો દર્શાવવામાં આવી હોય તેનો જે સ્વીકાર આપણે કરીએ છીએ, તે શાસ્ત્રપ્રમાણ દ્વારા જ આપણે કરીએ છીએ. આગમો (શાસ્ત્રો) ની બાબતમાં એક મહત્વની વાત એ હોય છે કે પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે પ્રમાણોથી વિરૂદ્ધ તેમાં કશું હોતું નથી અને તેમાં આલેખાયેલા વચનો, આત્મવિકાસ તથા તેના માર્ગ પર સાચો પ્રકાશ નાંખનારા અને શુદ્ધ તત્ત્વના પ્રરૂપક હોય છે.
જૈન તત્ત્વજ્ઞાનીઓએ આગમ પ્રમાણને સિદ્ધ પ્રમાણ માન્યું છે. કેમકે, એ જ્ઞાન જેમણે આપ્યું છે તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો હતા. પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન, પ્રાપ્ત કર્યા પછી જ એમણે તે જ્ઞાન આપ્યું છે અને એમણે આપેલું છે એજ એક મોટું પ્રમાણ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ અસત્યના સંભવિત કારણો છે, એ દૂર થયા પછી અસત્ય બોલવા માટે અવકાશ રહેતો નથી. એટલે, જેઓ વીતરાગ અને સર્વજ્ઞ હતા તેમણે જે કહ્યું છે, તે એક માત્ર જગતના ભલા માટે જ કહ્યું છે.