________________
એમ સાત નય
ભૂત, ભવિષ્ય અને વર્તમાન”, એ ત્રણેને આ નય “વર્તમાનવત’ બતાવે છે. આ કેવી રીતે તે આપણે જોઇએ.
૩. અમેરિકા પ્રવાસે જવાનું નક્કી કર્યા પછી પરમાણંદ નામના આપણા એક મિત્ર આપણને મળે છે, ત્યારે કહે છે, કે “હું અમેરિકા જાઉં છું.” હવે પરમાણંદભાઈ
જ્યારે આ વાત આપણને કરે છે ત્યારે, તે વખતે તેઓ ખરેખર તો આપણી સામે ભારતમાં જ ઉભા છે. આમ છતાં તેમણે જવાનો સંકલ્પ કર્યો છે, એટલે વ્યવહાર દષ્ટિથી આપણને એમ કહે છે, કે “હું જાઉં છું.” એ વાતનો આપણે વિરોધ નથી કરતા. જવાની ક્રિયા તો ભવિષ્યમાં થવાની છે પરંતુ એમણે સંકલ્પ કર્યો છે, એટલે આપણે એમના પ્રવાસે જવાની વાતને વર્તમાનવત’ માની લઈએ છીએ.
મેડીકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર' શબ્દનું સંબોધન સર્વસામાન્ય છે. વિદ્યાર્થી હજુ તો ભણે છે, પાસ થઈને ડૉક્ટર તરીકેનું કામ તો તે ભવિષ્યમાં કરનાર છે. આમ છતાં એમણે ડૉક્ટર બનવાનો સંકલ્પ કરીને, એ માટે અભ્યાસ ચાલુ કરી દીધો હોવાથી, એમને “ડૉક્ટર' નામથી બોલાવવામાં પણ આપણે ભવિષ્યકાળનો ‘વર્તમાનવત્ ઉપયોગ કરીએ છીએ.”
આ રીતે વ્યવહારમાં વપરાતા શબ્દપ્રયોગો નૈગમ નય અનુસાર છે. અહીં સંકલ્પની વાત આવે છે એટલે એને “સંકલ્પ નૈગમે” કહેવામાં આવે છે. - ૨. એક માણસ ઝાડ પરથી પડી જાય છે. અથવા એને સાયકલનો ધક્કો લાગવાથી ઈજા થાય છે, ત્યારે તે, “મરી ગયો... ઓ બાપ રે... મરી ગયો એવું બોલે છે. આપણે જોઇશું કે તે પોતે બોલે છે, એટલે તે મરી નથી ગયો. આમ છતાં તે કહેશે કે “મરી ગયો. વ્યાપારમાં કોઈને મોટી ખોટ આવતાં તેને માટે “સાફ થઈ ગયો, ખતમ થઈ ગયો, મરી ગયો” એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. ખરેખર રીતે તો ખોટના પૈસા જ્યારે તે ચૂકવશે, ત્યારે જ “સાફ કે ખતમ થઈ ગયો તેમ કહેવાશે. અને જ્યારે ચૂકવશે ત્યારે પણ તે શબ્દના યથાર્થ અર્થમાં તો તે સાફપૂરેપૂરો સાફ-ભાગ્યે જ થશે. એ જ રીતે કોઈ મકાનની દિવાલ અથવા છાપરૂં પડી જતાં એને માટે “મકાન પડી ગયું એમ કહેવામાં આવે છે.
આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપે કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યવહારિક સ્વીકારને “અંશ નિંગમ' કહેવામાં આવે છે.
એવી જ રીતે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે “અરિહંત, વિદેહમુક્ત અથવા સિદ્ધ છે.” ત્યારે એ વાત વર્તમાનવત્ કહેવામાં આવી હોવા છતાં, તેમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળ બંને આવી જાય છે.