________________
૧૧૦
અનેકાંત અને સ્યાદ્વાદ પણ એવંભૂત' એ શબ્દપ્રધાન નય છે.
નૈગમ નય આપણી પાસે વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભય અર્થને રજુ કરે છે. સંગ્રહ નય કેવળ સામાન્ય અર્થને જ સ્વીકારે છે. વ્યવહારનય, ‘શાસ્ત્રીય અને તાત્ત્વિક એવા સામાન્ય કે વિશેષની દરકાર કર્યા વિના,” લોક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા વિશેષ અર્થને જ સ્વીકારે છે, બતાવે છે. જયારે ઋજુસૂત્ર કેવળ વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે, વર્તમાન ક્રિયાના ઉપયોગી અર્થનું જ નિરૂપણ કરે છે. આમ, આ ચાર અર્થનય થયા.
શબ્દ નય છે, તે, રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિને સ્વીકારે છે. સમભિરૂઢ નય વળી વ્યાખ્યાથી શબ્દોની પ્રવૃત્તિ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જયારે છેલ્લો એવંભૂત નય, ક્રિયાશીલ વર્તમાનને - Active present ને સ્વીકારે છે; વસ્તુ જયારે ક્રિયાશીલ- In Action હોય, ત્યારે જ તેને તે વસ્તુ તરીકે કબુલ રાખે છે. આમ, આ ત્રણ નયો શબ્દપ્રધાન નય થયા.
આ બધી તો વિચારમૂલક-તત્ત્વજ્ઞાનની વાતો થઈ. પણ ધર્મમૂલક એટલે ધર્મના આચરણ માટેની કાર્યમૂલક બાબતો આપણે જયારે વિચારવાની હોય ત્યારે, તે ખાસSpecific- હેતુ માટે, જૈન દાર્શનિકોએ બે નય બતાવ્યા છે. આ બે નય છે :
(૧) વ્યવહાર નય. (૨) નિશ્ચય નય.
અહીં, નિશ્ચયનો એક અર્થ “સાધ્ય” એવો થાય છે. વ્યવહારનો અર્થ અહીં, સાધન' એવો ગણ્યો છે. સાધનો વડે જે સાધ્ય સિદ્ધ થાય, તે સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સિદ્ધ થનારૂં જે “સાધ્ય છે, તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. દાખલા તરીકે, ધ્યાનની ક્રિયા દ્વારા આત્માની શક્તિનો વિકાસ થાય છે. આમાં “શક્તિનો વિકાસ’ એ સાધ્ય, એટલે નિશ્ચય અને ધ્યાનની ક્રિયા તે સાધન, એટલે વ્યવહાર ગણાય. સામાયિકની ક્રિયા દ્વારા આત્મામાં સમભાવ સિદ્ધ થાય છે. આમાં ‘સમભાવ” તે સાધ્ય અથવા નિશ્ચય અને સામાયિકની ક્રિયા, તે સાધન વ્યવહાર ગણાય.
નિશ્ચય શબ્દનો અર્થ વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ” એવો થાય છે. અહીં, એ જ સ્વરૂપનું અનુકૂળ બાહ્ય સ્વરૂપ તે વ્યવહાર ગણાય. દષ્ટાંત તરીકે, “નિશ્ચય સમ્યકત્વ' એટલે આત્માની તત્ત્વશ્રદ્ધાની પરિણતિ. એ પરિણતિને અનુકૂળ સમ્યક્ત્વનો બાહ્ય આચાર તે વ્યવહાર સમ્યકત્વ.”
અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની વાત એ છે કે “નિશ્ચયને કેંદ્રસ્થાને રાખીને આચરવામાં આવતો વ્યવહાર એ જ સવ્યવહાર છે અને નિશ્ચયના લક્ષ્ય વિનાનો