________________
૧૦૮
ના અનેકાંત અને સ્યાદ્વાદ માં સરકારી અધિકારી જ્યારે on duty ફરજ ઉપર હોય ત્યારે તેની સાથે કોઇ ઝઘડો, મારામારી કે દુર્વ્યવહાર કરે, તો સરકાર તે અધિકારીનો પક્ષ લે છે. એ મામલામાં જો કોર્ટકચેરીમાં જવું પડે, તો ફરિયાદી સરકાર પોતે બને છે અને તે અધિકારીને ત્યાં સાક્ષી તરીકે જવાનું હોય છે. તે જ અધિકારી જ્યારે પોતાના ઘરમાં કે બહાર off duty, ફરજ ન બજાવતો હોય, ત્યારે એને કોઈ સાથે ગડબડ થાય તો, એ સ્થિતિમાં તેની સાથે સામાન્ય પ્રજાજન તરીકે વર્તવામાં આવે છે. આવા મામલામાં કોર્ટમાં જવું પડે, ત્યાં ત્યાં એણે ફરિયાદી તરીકે જવું પડે છે અને સરકારી સગવડોનો તેને લાભ મળતો નથી.
મિલમાં કામ કરતો કારીગર, મિલમાં જ અકસ્માત થતાં ઘાયલ થાય કે મૃત્યુ પામે, તો ત્યાં તે વખતનો Compensationનો હકદાર બને છે. રસ્તા ઉપર, મિલની બહાર કે જો બીજે કોઈ સ્થળે આવું બને તો, મિલના વહિવટદારોને તે સાથે કશું લાગતું વળગતું હોતું નથી.
આ બંને કિસ્સામાં એ બંને જણ જયારે ક્રિયમાણ હતા, ક્રિયા કરતા હતા, ત્યારે એવંભૂત નયે તેમને અધિકારી તથા કારીગર તરીકે સ્વીકાર્યા. એ ક્રિયા પૂરી થઇ ગયા પછી, એવંભૂત નયની દૃષ્ટિથી એ બંને જણ તેમના મૂળ નામ અનુસાર, અર્જુનસિંગ અને જોરૂભા જ રહેવાના, અધિકારી કે કારીગર નહિ. આ બંને દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે બતાવે છે, કે એવંભૂત નય, એ બંને જણ તેમને કાર્ય દ્વારા અપાયેલા નામોવાળી તે તે પ્રકારની ક્રિયામાં હોય, ત્યારે જ તે તે શબ્દથી તેમને ઓળખશે.
સમભિરૂઢ નયની દષ્ટિથી એ બંને જણ માટે “અધિકારી અને કારીગર' એવા શબ્દો તેઓ તે ક્રિયામાં નહિ હોય ત્યારે વાપરી શકાશે. એવંભૂત નય આ રીતે સમભિરૂઢથી વધારે સૂક્ષ્મ અવલોકન કરે છે અને તેનાથી જુદો અભિપ્રાય બતાવે છે.
આમ, આ સાતે નયનું સ્વરૂપ આપણે જોયું. આ બધા નયોને ‘શેય પદાર્થ અધ્યવસાય-વિશેષ માનવામાં આવ્યા છે. અધ્યવસાય એટલે “મનોગત સમજણ.” જાણવા યોગ્ય પદાર્થોની જે મનોગત સમજણ-જ્ઞાન આપે તે નય. આ એની સામાન્ય વ્યાખ્યા થઈ. આ સમજણ પણ સ્વતંત્ર-નિરપેક્ષ નથી, અન્ય નયોને સાપેક્ષ છે, અપેક્ષાયુક્ત છે, એ વાત અહીં ભૂલવાની નથી, તો જ અનેકાંતવાદની મર્યાદામાં રહી શકાય.
- ઉપર દર્શાવાયું છે તે મુજબ આ સાતે નયો એક એકથી વધારે વિશુદ્ધ છે. ઉત્તરોત્તર નયનો વિષય સૂક્ષ્મ છે; કિંતુ, એક જ વસ્તુને જોવાની-સમજવાની-આ ભિન્ન ભિન્ન બાજુઓ છે. આ સાતેય બાજુઓ છે, આ સાતેય બાજુઓ એકઠી મળીને વસ્તુનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. એ સાતે બાજુ મળવાથી વસ્તુ બને છે.