________________
૧૦૨
અનેકાંત અને સ્યાદ્વાદ . કોઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, છતાં પુરૂં ન થયું હોય ત્યારે પણ એ કામ પૂરું થઈ ગયું. એવી મતલબનું આપણે બોલીએ છીએ. આવું ઘણીવાર બનતું હોય છે. દાખલા તરીકે રસોઇ કરવાની શરૂઆત કરતી વખતે જ “આજે દુધીનું શાક બનાવ્યું છે એવું જયારે આપણે કહીએ છીએ, શાક હજુ તૈયાર થયું નથી, હજુ તો સગડી ઉપર જ છે; છતાં ‘શાક બનાવ્યું છે' એવી વર્તમાનસૂચક વાત આપણે કરીએ છીએ. આમાં જે વસ્તુ હજી બની નથી, તે વસ્તુ બની ગઈ, એમ કહેવામાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળનું આરોપણ કરીને તેની વર્તમાનવતુ રજુઆત કરવામાં આવે છે. આવી જાતની રજુઆતને “આરોપગેંગમ' કહે છે.
આ “આરોપનૈગમ'માં અંતભૂત એવા કેટલાક શબ્દ પ્રયોગોને ઉપચારનૈગમ કહે છે. “આ મારો જમણો હાથ છે, આ મારા શિરછત્ર છે, આ મારા હૈયાના હાર છે, આ મારું સર્વસ્વ છે. વિગેરે જે બાબતો અન્યને ઉદેશીને જુદા જુદા કારણોસર કહેવામાં આવે છે, તે ઉપચારનૈગમ દષ્ટાંતો છે.
૩. કોઈ મહાપુરૂષની પુણ્યતિથીના દિવસે આપણે કહીએ છીએ કે “આજે તેઓ નિર્વાણ પામ્યા.” આમાં “આજે શબ્દ વર્તમાનસૂચક છે, જ્યારે નિર્વાણ પામવાનું કાર્ય તો ઘણા વર્ષો પહેલાં બનેલું, એટલે ભૂતકાલીન ઘટના છે. આમ છતાં એ ઘટનાનો આપણે વર્તમાનવત્ ઉલ્લેખ કરીએ છીએ. ભૂતકાળની આ વાતને વર્તમાનમાં જ્યારે આ રીતે આપણે રજુ કરીએ છીએ ત્યારે આપણે વર્તમાન ઉપર ભૂતકાળનો આક્ષેપ કરીએ છીએ. આ પણ આરોપનૈગમમાં આવે છે.
આમાં આપણે જોયું, કે ભૂતકાળની, ભવિષ્યકાળની અને ભૂત તથા ભવિષ્ય એ બે ની વચ્ચેના વર્તમાનની અપૂર્ણ ઘટનાઓને આપણે વર્તમાનકાળમાં વર્તમાનવત્ બનાવીએ છીએ. આ નૈગમ નયની એક સમજવા જેવી વાત છે.
બીજી વાત વસ્તુતઃ સામાન્ય અને વિશેષ સ્વરૂપની છે. આપણે ઉપર જણાવ્યું છે કે નૈગમ નય વસ્તુના સામાન્ય તથા વિશેષ ઉભય સ્વરૂપને જુદા જુદા માને છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઇએ.
લગ્ન અથવા એવા જ કોઇ અવસરે આપણે એક ફોટોગ્રાફ પડાવીએ છીએ. એ ફોટામાં આપણા કુટુંબ પરિવાર ઉપરાંત મિત્રમંડળને પણ સામેલ કરીને એક ગ્રુપ ફોટો” આપણે તૈયાર કરાવ્યો છે. આ ફોટોગ્રાફ વિષે, “આ અમારો મિત્રમંડળ પરિવારનો ફોટો છે એમ જ્યારે આપણે કહીશું, ત્યારે આપણે “સામાન્ય અર્થમાં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ ત્યાર પછી એ ફોટોમાંના પુત્ર, પુત્રી, પત્ની, ભાઈ, બહેન વિગેરેના નામ આપીને એમને જયારે જુદા જુદા આપણે ઓળખાવીશું ત્યારે આપણે વિશેષ’ અર્થમાં તેનું વર્ણન કરતા હોઈશું.”